જમ્મુ-કાશ્મીરઃ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબદુલ્લાએ આજે પૂર્વવર્તી જમ્મુ કાશ્મીર રાજ્યના દરેક પાર્ટીઓને કેન્દ્ર શાસિત પ્રદેશ બહારની જેલોમાં રાખવામાં આવેલા દરેક માનવીય આધારે પરત લાવવા માટે કેન્દ્ર સરકાર સામે એકજૂથ થઈને દબાણ કરવાની અપીલ કરી છે.
ફારૂક અબદુલ્લાની હાકલ, કહ્યું- 'JKમાં કેદીઓને મુક્ત કરાવા માટે તમામ પાર્ટીઓ સાથે આવે' - bring back all detained in jails outside UT
નેશનલ કોંફ્રેન્સ અધ્યક્ષ ફારૂક અબદુલ્લાને તાજેતરમાં જેલમાંથી મુક્ત કરાયા છે. હાલમાં ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરના તમામ દળોને ભેગા મળીને જેલમાં બાકી વધેલા લોકોને મુક્ત કરાવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ ઊંભુ કરવા માટે પાર્ટીઓને આહ્વાન કર્યું છે.
શુક્રવારે PSAથી મુક્ત કરાયા બાદ પોતાના પ્રથમ નિવેદનમાં વર્તમાન લોકસભા સાંસદ અબ્દુલ્લાએ કહ્યું કે, રાજનિતી અમને વિભાજીત કરે તે પહેલા, હું રાજ્યના દરેક પાર્ટીઓના નેતાઓને અપીલ કરૂં છું કે, કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરની બહારની જેલોમાં કેદ કરાયેલા લોકોને મુક્ત કરાવવા માટે તમામ પાર્ટીઓ એકજૂથ થાય.
જમ્મુ-કાશ્મીરના 82 વર્ષીય પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, હાલ જેઓ જેલમાં છે, તેમને શક્ય તેટલા જલ્દી મુક્ત કરાવી તેમજ કાશ્મીર પરત લાવવામાં આવવા જોઈએ. આ એક માનવીય માગ છે. મને આશા છે કે, મારી આ માગ સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાશે અને સરકાર સામે આ માંગણી મુકવામાં મારો સાથ આપશે.