હૌજ કાજીના સ્થાનીય લોકો ઘણા સમયથી પ્રયત્નોમાં લાગ્યા હતા કે, વિસ્તારમાં તણાવ જલ્દીથી દૂર કરવામાં આવે. આ પરિસ્થિતિને લઇને વિસ્તારમાં પોલીસ અને ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. આ સાથે દિલ્હી પોલીસ ડ્રોન કેમરાથી વિસ્તારમાં દેખરેખ રાખી રહ્યાં હતાં.
હૌજ કાજી અથડામણ: હિન્દુ-મુસ્લિમના એકતાના સ્લોગન સાથે વિવાદનો સંકેલો - new delhi
નવી દિલ્હી: દિલ્હીમાં આવેલા હૌજ કાજીમાં સ્કૂટી ઉભી રાખવાને લઈને બે સમુદાય વચ્ચે અથડામણ થઇ હતી. આ સાથે જ બે સમુદાય વચ્ચેનો તણાવ હિંદૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના નારા સાથે પૂર્ણ થયો હતો. બંન્ને સમુદાયોના લોકોએ રસ્તાઓ પર હિંદૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના નારા લગાવીને એક બીજાને ભેટી અને પરસ્પર ભાઈચારા, અમન અને શાંતિનો સંદેશો આપ્યો હતો.
હિન્દૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના નારા સાથે પૂરો થયો હૌજ કાજી બવાલ
હૌજ કાજીમાં લાંબા સમયથી હિંદૂ-મુસ્લિમ હળીમળીને રહેતા આવ્યા છે. ક્યારેક આ પ્રકારની ઘટના વિસ્તારમાં જોવા મળી હતી. પરંતુ, સ્થાનિક લોકોનું કહેવું હતું કે, વિસ્તારમાં બહારના લોકો આવીને આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યાં છે.
આ વિસ્તારમાં તણાવની અસર વેપાર અને લોકોના જીવન પર પડી રહી હતી. પરંતુ તણાવ પૂર્ણ થયા બાદ આશા છે કે, બુધવારથી વિસ્તારમાં ધંધા રોજગાર ખોલવામાં આવશે.
Last Updated : Jul 3, 2019, 1:25 AM IST