હસમુખ અઢિયા 1981ની બેન્ચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. મોદી સરકારમાં તે રાજસ્વ સચિવ પણ રહી ચુક્યા છે, ત્યાર બાદ તેને નાણા મંત્રાલયના નાણાં સચિવ પણ બનાવવામાં આવ્યાં હતાં.
મોદીના માનીતા હસમુખ અઢિયા બન્યાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ
નવી દિલ્હી: ભૂતપૂર્વ સચિવ હસમુખ અઢિયાની ગુજરાત કેન્દ્રીય વિદ્યાલયના કુલપતિ તરીકે નિમણુક કરવામાં આવી છે. કેન્દ્રીય માનમ સંસાધન વિકાસ મંત્રાલયે આ મહિનાની શરૂઆતમાં આ પદ માટે અઢિયાના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. રાષ્ટ્રપતિ કોવિંદે 8 માર્ચે હસમુખ અઢિયાને કેન્દ્રીય યુનિવર્સિટી ઓફ ગુજરાતના કુલપતિ તરીકે નિમણુક કરી દીધી છે.
રાજકોટના વાંકોનારમાં જન્મેલા હસમુખ ગુજરાતમાં અનેક મહત્વપૂર્ણ પોસ્ટ્સ પર કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેમણે મોદી સરકારમાં નાણાં સચિવ અને મુખ્ય સચિવ જેવા મહત્વપૂર્ણ પદ પર કામ કર્યું હતું.
નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યાં બાદ હસમુખ અઢિયાને દિલ્હીમાં લઈ ગયાં હતા. અહીં અઢિયાને નવેમ્બર-2014માં ફાઇનાન્શિયલ સર્વિસીસ વિભાગના સેક્રેટરી બનાવવામાં આવ્યાં હતા અને ઓગસ્ટ-2015માં નાણાં મંત્રાલયમના સચિવનો હવાલો સંભાળ્યો હતો. આ પછી હસમુખ આઢિયાને નાણાં સચિવનો હવાલો સંભાળવાની તક મળી. હવે તેઓ ગુજરાત કેન્દ્રીય વિદ્યાલયના કુલપતિ પરત ગુજરાત જશે.