ભાજપના સંકલ્પ પત્રની મુખ્ય વાતો...
- હરિયાણામાં મહિલાઓને એનીમિયા મુક્ત બનાવાશે.
- પિંક બસ સેવા શરૂ કરવામાં આવશે.
- કામ કરનારી મહિલાઓ માટે હોસ્ટેલની સુવિધા બનાવશે.
- 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે.
- 2022 સુધી તમામને પાક્કા મકાન ઉપલબ્ધ
- જિલ્લા રોજગાર કાર્યાલયને અપગ્રેડ કરવામાં આવશે.
- 25 લાખ યુવાનોને સ્વરોજગારની તક મળશે.
- યુવા વિકાસ અને સ્વરોજગાર નામનું એક મંત્રાલય બનાવીશું.
- તમામ ગામમાં વ્યાયમશાળા બનાવીશું
- 10 હજાર દિવ્યાંગોને કોશલ વિકાસ તાલીમ આપવામાં આવશે.
- પૂર્વ સૈનિકોને ફરી રોજગારી આપશે.
- 2 હજાર વેલનેસ સેન્ટર બનાવાશે.
- જન ઔષધી કેન્દ્રોનો વિકાસ થશે.
- યુવાનોને 1 કલાકમાં કેશ સુવિધા પ્રદાન થશે.
- પૂર્વ સૈનિકોના આવાસ નિર્માણમાં તેજી
- કુરુક્ષેત્રમાં દેવ દર્શન પેકેજનો શુભારંભ થશે.
- દરેક ખેતર સુધી પાણી આપવામાં આવશે.
- ખેડૂત કલ્યાણ યોજના માટે એક હજાર કરોડના બજેટ વધારા સાથે સુદ્રઢ કરાશે.
- ખેડૂતો માટે 1 લાખ સૌર પંપ ઉપલબ્ધ કરાશે.
- દરેક પાકને ખરીદી ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર ફિક્સ કરવામાં આવશે.
- ડેરી અને પશુપાલનમાં મહિલાઓ માટે વિશેષ પ્રોત્સાહન કાર્યક્રમની શરુઆત કરવી જોઈએ.
- દુધાળા પશુઓને વીમા અંતર્ગત આવરી લેવામાં આવશે.