ચંદીગઢ : હરિયાણાની મનોહર સરકારે ઓક્ટોબર 2020માં વીઆઈપીની સ્થિતિ જાળવવા નવી રીત અપનાવી. 13 ઓક્ટોબરે હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તા અને CM મનોહર લાલએ જણાવ્યું કે, ધારાસભ્યો પોતાના વાહનમાં મરૂન ઝંડી લગાવી શકશે.
બધા ધારાસભ્યો વાહનો ઉપર લગાવી શકે છે મરૂન ઝંડી
મુખ્ય પ્રધાને ધારાસભ્યોના વાહનો પરની ઝંડી વિશે જણાવ્યું હતું કે, હરિયાણા વિધાનસભા દ્વારા અધિકૃત હાલના ધારાસભ્યો તેમના નામ પર નોંધાયેલા વાહનો પર આ ઝંડીનો ઉપયોગ કરી શકશે. જો વર્તમાન ધારાસભ્ય પાસે પોતાના નામે વાહન નોંધાયેલ ન હોય તો ખાનગી અથવા ભાડે વાહનો પર વાપરી શકાય છે.
ધારાસભ્યો પાસેથી ટોલ પર રોક ટોક સમયનો વ્યય હતો - સ્પીકર
આ અંગે વિધાનસભા અધ્યક્ષ દ્વારા નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તા કહે છે કે, ધારાસભ્યો તરફથી સતત ફરિયાદો આવતી હતી કે રસ્તામાં ઘણી જગ્યાએ ધારાસભ્યોને નાકા અથવા ખાસ કરીને ટોલ પ્લાઝા પર રોકવામાં આવ્યા હતા. જેને કારણે ધારાસભ્યોનો સમય બરબાદ થતો હતો. આ ઉપરાંત તેમને મુશ્કેલીનો પણ સામનો કરવો પડતો હતો.
હવે સરકારને ધારાસભ્યોની સમસ્યા સમજાય ગઈ - ગીતા ભુક્કલ
કોંગ્રેસના પૂર્વ પ્રધાન અને ધારાસભ્ય ગીતા ભુક્કલએ આ પહેલને ટેકો આપ્યો હતો. ગીતા ભુક્કલએ કહ્યું કે, હવે સરકાર સમજી ગઈ છે કે,ધારાસભ્યોને ખરેખર મુશ્કેલીઓ પડી રહી છે. આવી કારણે રાજ્ય સરકારે આ પગલું ભરવું પડ્યું છે.
હાઇકોર્ટે મૂક્યો પ્રતિબંધ
જાન્યુઆરી 2020 માં એક કેસની સુનાવણી કરતી વખતે પંજાબ-હરિયાણા હાઈ કોર્ટે ચંદીગઢની વીઆઈપી ગાડીઓમાં સ્ટીકર હટાવવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, જો સ્ટીકર નહીં હટાવવામાં આવે તો ચલણ કાપવામાં આવશે. હાઇકોર્ટના આદેશની મહત્ત્વની બાબત એ છે કે, આર્મી, ડોક્ટર, પ્રેસ, પોલીસ, મેયર, ધારાસભ્ય, અધ્યક્ષ અને અન્ય વીઆઇપી પોસ્ટ્સ લખવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને મુક્તિ મળશે.