ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસમાં જોડાશે, પાસ બેઠકમાં લેવાયો નિર્ણય

નવી દિલ્હી: ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ જલ્દીથી કોંગ્રેસમાં સામેલ થશે. હાર્દિક જામનગરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. સુત્રોના જણાવ્યાનુસાર, ગુજરાતમાં પાટીદાર સમાજમાં માટે અનામતની માંગ લઈને આદોલનની આગેવાની કરી ચૂંકેલા હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરશે.

સ્પોટ ફોટો

By

Published : Mar 7, 2019, 1:06 PM IST

Updated : Mar 7, 2019, 7:56 PM IST

અત્યારે જામનગરથી BJPના નેતા પુનમ માડમ સાંસદ છે. હાર્દિક પટેલ અમદાવાદમાં યોજાનારી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકના સમયે કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. સુત્રોની અનુસાર, આ બેઠક બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં એક જનસભાને સંબોધન કરશે. ગુજરાત PM મોદીનું ગૃહ રાજ્ય છે અને કોંગ્રેસ ગુજરાત પર પુરુ ધ્યાન લગાવી રહી છે. છેલ્લે વિધાનસભામાં સત્તાધારી BJPને મોટી ટક્કર આપી હતી. હાર્દિક પટેલે કેટલાક દિવસ પહેલા કહ્યું હતું કે, જનતાની સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો રાજકારણમાં જવાનો કોઈ મતલબ નથી.

સ્પોટ ફોટો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સુરતના પરિણામ પર સવાલ ઉઠાવનાર હાર્દિક પટેલ કહ્યું હતું કે, કોંગ્રેસ 3 રાજ્યમાં જીતી ગઇ હોય, પરંતુ EVM સાથે છેડછાડનો સવાલ બનેલો જ છે. હાર્દિકે કહ્યું કે, મધ્યપ્રદેશમાં ઘણા મોટા પરિણામ આવતા ફરી સવાલ છે.

Last Updated : Mar 7, 2019, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details