ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 33ના મોત, 150થી વધુ બસ પાણીમાં ગરકાવ

મુંબઈ: વિતેલા થોડા દિવસની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 33 લોકોના મોત થઈ ગયા છે. સાથે સાથે આ વરસાદમાં હજૂ પણ 75 લોકો ઘાયલ બતાવામાં આવી રહ્યા છે. જેમાં મુંબઈ-થાણે અને પુણેમાં દિવાલ પડતા થયેલા મોત પણ સામેલ છે. જેને લઈ સરકારે તાત્કાલિક ધોરણે મંગળવારના રોજ રજા જાહેર કરી દીધી છે.

file

By

Published : Jul 2, 2019, 6:57 PM IST

આ અંગે જ્યારે અધિકારીઓ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, મલાડના પિંપરીપાડની એક સ્કૂલમાં દિવાલ ધસી પડતા બાજુમાં રહેલી ઝૂંપડીઓ પર પડતા 13 લોકોના મોત થઈ ગયા હતાં. આ ઘટનામાં મૃત્યાંક હવે વધીને 19 થઈ ગયો છે.

આ ઘટનામાં NDRF તથા મુંબઈ ફાયર અને અન્ય બચાવ એજન્સીઓ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે.

મુંબઈમાં બીઈએસટીની લગભગ 150થી પણ વધારે બસ પાણીમાં ગળાડૂબ થઈ છે. આ બસ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલી પડી છે.

જેને લઈ સરકારે મુંબઈમાં મંગળવારના રોજ રજા જાહેર કરી છે તથા સ્કૂલ અને કોલેજમાં પણ રજા જાહેર કરવાની ફરજ પડી છે.

ABOUT THE AUTHOR

...view details