- ગુર્જર અનામત આંદોલનને લઇને રાજસ્થાન સરકાર બની સતર્ક
- ગુર્જર લોકોના વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાનો પ્રતિબંધ 24 કલાક વધારવામાં આવ્યો
- કાયદો વ્યવસ્થા જાળવવા લેવાયો નિર્ણય
જયપુર (રાજસ્થાન): ગુર્જર આંદોલનને ધ્યાનમાં રાખીને રાજસ્થાનની સરકાર સતર્ક બની છે. ગુર્જર આંદોલનને ધ્યાનમાં રાખીને જયપુર જિલ્લાના ગુર્જર લોકોના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાનો પ્રતિબંધ 24 કલાક વધારવામાં આવ્યો છે. વિભાગીય કમિશ્નર સોમનાથ મિશ્રાએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પ્રતિબંધ 31 ઓક્ટોબરે સાંજે 6 કલાકથી 1 નવેમ્બર સાંજે 6 કલાક સુધી 24 કલાક માટે લંબાવામાં આવ્યો છે.
શહીદ સ્મારક સુધી પહોંચવા ગુર્જર લોકોને આહ્વાન
બેકલોગ અને એમબીસી ક્વોટામાં આપવામાં આવેલા અનામત સંબંધી માંગણીઓને લઇને ગુર્જર અનામત સંઘર્ષ સમિતિએ સમાજના લોકોને 1 નવેમ્બરના રોજ બાયના-હિન્દૌન હાઇવે પરના પીલુપુરા-કરબારી શહીદ સ્મારક સુધી પહોંચવા આહ્વાન કર્યું છે. જેથી જયપુર જિલ્લાના ગુર્જર લોકોના વિસ્તારો કોટપૂતલી, પાવટા, શાહપુરા, વિરાટનગર અને જમવારામગઢની સરહદમાં સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થા જાળવી રાખવી રાખવા માટે ઇન્ટરનેટ સેવાને બંધ કરવામાં આવી છે.