- જમ્મુ કાશ્મીરના પુંછમાં ગોળીબારી
- સેના અને આતંકવાદી વચ્ચે ગોળીબારી
- ત્રણ આતંકવાદીઓ ઘેરાયા
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુંછમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારી ચાલી રહી છે, મુગલ રોડના ચટ્ટા પાની વિસ્તારમાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા હોવાની માહિતી મળી છે.
મુગલ રોજ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળતા રવિવારના રોજ તેમને પકડવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, પોલીસે જણાવ્યું કે, આ અભિયાન દ્વારા ચટ્ટા પાની વિસ્તારમાં આતંકવાદીએ ફાયરિંગ કર્યું હતું.