રાજસ્થાન : SOG ગુજરાતે કાલન્દ્રીના રહેવાસી શંકરલાલ દેવાસી અને માંડવારિયાના રહેવાસી લાલારામ દેવાસી અને ઝાલારામ દેવાસીની ધરપકડ કરી હતી. હાલમાં ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી પ્રિન્ટર, નકલી નોટ બનાવા માટેના કાગળ તેમજ ઇન્ક ઝપ્ત કર્યા છે.
મળતી માહિતી મુજબ 6 જૂને પૂર્વ ગુજરાતની SOG ટીમે પાલનપુરથી ડીસા જતાં 7 લાખ 68 હજારની બનાવટી રોકડ નોટો સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ ગુજરાતના છે અને કારમાં નકલી નોટો આપવા જઇ રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં નકલી નોટો મળી આવી હતી અને તમામ નોટો બે-બે હજારની હતી.