પાકૃતિક ખેતીના સેમીનારમાં પહોંચેલાં આચાર્ય દેવવ્રતે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, " વડાપ્રધાન મોદીનું સપનું છે કે, 2022 સુધી ખેડૂતોની આવક બમણી થાય. આ સપનાને સાકાર કરવા માટે રાજ્ય સરકાર પૂરતા પ્રયાસ કરી રહી છે. જેમાં કૃષિ વિજ્ઞાનિક અને કૃષિ વિદ્યાલયોની મદદ લેવામાં આવશે."
રસાયણયુક્તથી રસાયમુક્ત ખેતી માટે રાજ્યપાલનું આહ્વાન - muzaffarnagar news
મુઝફ્ફરનગરઃ રાજ્યમાં આવેલી ચૌધરી છોટૂરામ ડીગ્રી કૉલેજમાં "એકમાત્ર પાકૃતિક ખેતી સમાધાન" નામના સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યાં હતા. કેન્દ્રિય પ્રધાન સંજીવ બાલિયાને તેમનું પાઘડી પહેરાવીને સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ પ્રાકૃતિક ખેતી અંગે ચર્ચા કરવામાં કરવામાં આવી હતી. જેમાં આચાર્ય દેવવ્રતે પાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતાં રાસાયણિક ખેતીને નુકસાનકારક ગણાવી હતી અને ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી માટે આહ્વાન કર્યુ હતુ.
પત્રકારો સાથે વાત કરતાં રાજ્યપાલે જણાવ્યુ હતું કે, "કૉલેજ પ્રશાસને ધ્યેય નક્કી કર્યો છે કે, સમગ્ર ક્ષેત્રને રસાયણ મુક્ત ખેતી કરવાની દિશામાં કામ કરીશુ. કારણ કે, રસાયણયુક્ત ખેતી નુકસાનકારક સાબિત થાય છે. જેનાથી આપણી ઊર્જાશક્તિમાં ઘટાડો થાય છે."
આગળ વાત કરતાં તેમણે કહ્યું કે, "પાકનું ઉત્પાદન લેવા માટે પાણીનો વપરાશ વધી રહ્યો છે. સાથે જ ખેડૂતનો પાક ખર્ચ પણ વધી રહ્યો છે. જેના કારણે તેમની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. "
આમ, ખેડૂતોની સમસ્યાને લઈને યોજાયેલાં સેમિનારમાં રાજ્યપાલ દેવવ્રતે કૃષિક્ષેત્રમાં સુધારો લાવવા અને પ્રાકૃતિક ખેતીની ઝુંબેશને આગળ ધપાવવા અંગે ચર્ચા કરી હતી.