ગુજરાત

gujarat

ETV Bharat / bharat

RCEPમાંથી બહાર રહેવાના નિર્ણયને કોંગ્રેસે પોતાની જીત ગણાવી - ગુજરાતના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી

ભોપાલઃ ભોપાલમાં એક પ્રેસ કોન્ફરન્સ આપતી વખતે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષોના દબાણને કારણે આરસીઈપી કરારમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે.

ભરતસિંહ સોલંકી

By

Published : Nov 7, 2019, 3:18 PM IST

ભારત સહિત 16 દેશોમાં ઉભરતી સંસ્થા RCEP (પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી)ના સમ્મેલનમાં સમજોતાની બહાર નિકળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના હિતમાં મોટો નિર્ણય કરયો છે. આ નિર્ણને કોંગ્રસ પોતાની જીત ગણાવી રહી છે. મધ્યપ્રદેશની મુલાકાતે આવેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે આ અમારા નેતા રાહુલ ગાંધી અને વિરોધી પક્ષોની જીત છે. તેમણે કહ્યું કે જો કે ભાજપ કોંગ્રસ પર આરોપ લગાવી રહી છે કે જો કોંગ્રેસ હોત તો તેણે સમાધાન કર્યુ હોત પરંતુ, કોંગ્રેસે દેશના લોકોથી છુપાઇને આવા કેસોમાં ક્યારેય કોઈ પગલું ભર્યું ન હતું.

RCEPમાંથી બહાર રહેવાનો નિર્ણયને કોંગ્રેસે પોતાની જીત ગણાવી

હકીકતમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ગુજરાતના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી આજકાલ મધ્યપ્રદેશના પ્રવાસ પર છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આહ્વાન પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં ભરતસિંહ સોલંકીને મધ્યપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકીએ મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું કે સૌથી મોટી ખુશી એ છે કે RSEPનો કોન્સેપ્ટ ભાજપ લાવવાની હતી. જ્યારે રાહુલ ગાંધી અને અન્ય વિરોધી પક્ષોએ એક સાથે અવાજ ઉઠાવ્યો ત્યારે તે નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. જોકે ભાજપ કહી રહ્યું છે કે જો કોંગ્રેસ હોત તો તે કરત પરંતુ, કોંગ્રેસે દેશના કોઈપણ આર્થિક, રાજકીય અને વિદેશી મામલામાં પગલા ભર્યા છે. તે દેશના લોકો સારી રીતે જાણે જ છે. ભાજપ દેશની જનતાને સાંભળવાના બદલે સૂચનો આપવામાં વ્યસ્ત છે.

ABOUT THE AUTHOR

...view details