આ મહાન વિભૂતિ 36 એવા વ્યક્તિઓ પૈકીના એક હતા જેમનો બંધારણ સભામાં સમાવેશ બિહારમાંથી કરાયો હતો. તેમની ચૂંટણી 11 ડિસેમ્બર 1946ના રોજ બંધારણના સ્થાયી અધ્યક્ષ તરીકે થઈ હતી.
ઇટીવી ભારત અને રાજેન્દ્રબાબુના પૌત્રી તારા સિંહા વચ્ચેની એક વાતચીતમાં તારા સિંહાએ કહ્યું કે, ભારતીય બંધારણ ઘડવામાં ડૉ. પ્રસાદની ભૂમિકાની ક્યારેય ચર્ચા જ નથી થઈ.
તારા સિંહાએ એમ પણ કહ્યું કે, એ રાજેન્દ્રબાબુનું માર્ગદર્શન હતું જેના હેઠળ બંધારણ ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં સફળતાપૂર્વક ઘડાયું. તેમણે કહ્યું કે, બંધારણમાં પ્રથમ છાપ ડૉ. પ્રસાદની રહેલી છે.
તારા સિંહાએ ભારપૂર્વક કહ્યું કે, બંધારણની રચનાના સંદર્ભમાં લોકો પાસે ઓછી માહિતી છે.
તેમણે એ હકીકત પર નિરાશા વ્યક્ત કરી હતી કે, બંધારણની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા છતાં ડૉ.પ્રસાદ બંધારણના ઇતિહાસના ભાગ્યે જ ભાગ બની શક્યા છે.
રાજકીય વિશ્લેષક ડી.એમ.દિવાકર, જે એ.એન.સિંહા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સૉશિયલ સ્ટડિઝના પૂર્વ નિયામક છે, તેમણે અંગ્રેજોના શાસન પછી ભારતના બંધારણમાં દક્ષિણ અને ઉત્તર વચ્ચે સંતુલન સર્જવાના પડકાર વિશે વાત કરી હતી.