ન્યૂઝ ડેસ્ક: ભારતીય સંસદ એવી એક વૈધાનિક સંસ્થા છે જે વિશ્વની 17.7 ટકા જેટલી વસ્તીના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરે છે. સંસદની ઇમારત બ્રિટિશ યુગ દરમ્યાન 1927 માં નિર્માણ પામી હતી, અને આ ઇમારત છેલ્લા નવ દાયકાઓ દરમ્યાન આકાર પામેલા સંખ્યાબંધ ઐતિહાસિક બનાવોની સાક્ષી રહી ચૂકી છે. આ ઇમારત લોકશાહીના એક સ્મારક તરીકે અડીખમ ઉભી છે. આ માળખાની પવિત્રતા જાળવી રાખતા મોદી સરકારે ભારતીય સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ સુધીમાં સંસદના એક નવા ભવનનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. આ નવી ઇમારતમાં પ્રાચિન પ્રણાલિકાઓ અને પરંપરાઓ તથા આધુનિક આકાંક્ષાઓ એમ બંનેનું મિશ્રણ કરવાનું આયોજન કરાયું છે. સંસદની નવી ઇમારતનું બાંધકામ હાથ ધરવાની કેન્દ્ર સરકારને અપીલ કરતાં સંસદના બંને ગૃહોના પ્રિસાઇડિંગ ઓફિસરે કહ્યું હતું કે હાલની ઇમારતમાં 1975, 2002 અને 2017માં કેટલાંક સુધારા વધારા કરાયા હતા તેમ છતાં હજુ કેટલીક ખામીઓ અને ક્ષતિ યથાવત રહી છે, અને હાલની ટેકનોલોજી ગૃહોની બેઠકોનું સંચાલન કરવા અપૂરતી છે.
જેમાં સામાજિક અંતર જાળવવું આવશ્યક હતું તે કોવિડ-19ની કટોકટી દરમ્યાન સંસદના ચોમાસું સત્રની બેઠક બોલાવવામાં જે મુશ્કેલીઓ પડી હતી તે દેશના લોકોએ જોઇ હતી. ગૃહોની બેઠક બોલાવવામાં પૂરતી જગ્યાની જે અછત અનુભવાઇ હતી તે પણ સમગ્ર દેશે જોઇ હતી.
આ સમગ્ર ઘટનાક્રમના પરિપ્રેક્ષ્યમાં કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા આધુનિકીકરણ પ્રોજેક્ટના એક ભાગ તરીકે વડાપ્રધાન મોદીએ 10 ડિસેમ્બર, 2020ના રોજ સંસદની નવી ઇમારતના નિર્માણકાર્ય માટે ભૂમિપૂજન કર્યું હતું. જો કે સુપ્રિમ કોર્ટે શરૂઆતમાં જ કેન્દ્ર સરકારને તેના અંતિમ ચુકાદાને આધિન રહીને આ પ્રોજેક્ટને હાથ ધરવો એવો આદેશ આપી દીધો હતો, તેમ છતાં બેંચે બાદમાં એવો બહુમતી ચુકાદો આપ્યો હતો જેમાં મોટા ભાગના વાંધા-વિરોધને રદ કરી નાંખવામાં આવ્યા હતા. આગામી 100 વર્ષની જરૂરિયાતોને પહોંચી વળે એવી ડિઝાઇન ધરાવતી અને એક ભવ્ય ઇમારતનું બાંધકામ આગામી વર્ષે વાસ્તવિક રૂપ ધારણ કરી રહ્યું છે તે બાબત દેશના લોકો માટે ખરેખર એક ગૌરવની વાત છે. વિવિધ ધર્મોના પ્રતિક સમા એક ત્રિકોણની પવિત્રતાને ધ્યાનમાં લેતાં સંસદનું નવું ભવન ત્રિકોણાકાર સ્વરૂપે નિર્માણ પામી રહ્યું છે. લોકસભા, રાજ્ય સભા અને બંધારણીય હોલ એ દેશના ત્રણ રાષ્ટ્રીય ચિહ્નો મોર, કમળ અને કેળના છોડનું પ્રતિબિંબ પાડશે. શ્રેષ્ઠ ભારતના હેતુને સિદ્ધ કરવાની દિશામાં આ એક સીમાચિહ્ન પૂરવાર થશે.