ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિભિન્ન દેશોમાં ફસાયેલા ભારતીયોને લેવા 63 ફ્લાઈટ્સ થશે રવાના - કોરોના વાઈરસ અસર

કોરોના લોકડાઉનને કારણે વિભિન્ન દોશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવમાં માટે ભારતથી 63 ફ્લાઈટસ રવાના કરવામાં આવશે. આ અગંની જાણકારી ખુદ નાગરિક ઉડ્ડયનન પ્રધાન હરદિપ સિંહ પુરીએ આપી છે.

etv bharat
flights

By

Published : May 5, 2020, 7:34 PM IST

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કેટલાય દેશોમાં ભારતીય નાગરિકો ફસાયેલા છે. એવાાં ભારત સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, વિદેશોમાં ફંસાયેલા ભારતીયોને પરત લાવવા માટે 7થી 13 મે સુધીના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછી 64 ફ્લાઈટ્સ રવાના થશે.

નાગરિક ઉડ્ડયન પ્રદાન હરદિપ સિંહ પુરીએ કહ્યું કે, શિકાગોથી દિલ્હી પરત આવનારા યાત્રીકોએ 1 લાખ અને લંડનથી મુંબઈ આવનારા યાત્રીકોએ 50,000 રૂપિયા આપવા પડશે. તો બીજી બાજુ ઢાકાથી દિલ્હી આવવા માટે નાગરિકોએ 12,000 રૂપિયા ચુકવવા પડશે.

વધુમાં પુરીએ કહ્યું કે, યાત્રીકોને લાવવા માટેની પ્રક્રિયામાં પહેલા ફસાયેલા ભારતીયોને પરત લાવવા વિશેષ ઉડાનોનું સંચાલન એર ઈન્ડિયા કરશે. ત્યાર બાદ અન્ય ખાનગી એયર લાઈન્સ પણ જઈ શકશે.

આ સાથે પ્રધાને જણાવ્યું કે 64 ફ્લાઈટમાં સાત દેશોની 15 ફ્લાઈટ કેરલ આવશે, 11 દિલ્હી આવશે, 3 જમ્મુ કાશ્મીર આવશે અને 1 લખનઉ આવશે. પહેલા યાત્રિકોની તપાસ કરવામાં આવશે અને બાદમાં તેમને 14 દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details