ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકાર 44 શ્રમ કાયદાને બદલી 4 કાયદા લાવશે - modi government

ન્યૂઝ ડેસ્ક: શ્રમ બળને વધારે ગતિ આપવા માટે હાલની સરકાર 44 શ્રમના કાયદાની જગ્યાએ ચાર કાયદા લાવશે જેના માટે 17મી લોકસભાના પ્રથમ સત્રમાં સરકાર એક બિલ પણ લાવશે. આ સત્રની શરૂઆત 17 જૂનથી થઈ રહી છે.

file

By

Published : Jun 11, 2019, 11:43 PM IST

કેન્દ્રીય શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે ગૃહપ્રધાન અમિત શાહ સાથે એક કલાક સુધી ચાલેલી બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હાલના 44 શ્રમ કાયદાને ચાર શ્રેણીમાં રાખવામાં આવશે. અમુક કાયદાને બદલવામાં આવશે.શ્રમ મંત્રાલય આગામી સત્રમાં એક બિલ પણ લાવશે.

આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ અને ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતાં.

ગંગવારે કહ્યું હતું કે, આ બિલ બીજા અઠવાડીયામાં રજૂ કરવામાં આવશે અને મોદી સરકારના બીજા કાર્યકાળમાં લોકસભામાં રજૂ થનારું પ્રથમ બિલ હશે.

વધુમાં પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, 44 કાયદામાંથી સાત તો નિરર્થક છે.

ABOUT THE AUTHOR

...view details