નવી દિલ્હી: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ગયા અઠવાડિયે લદાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ અંગે કેન્દ્ર અને વિપક્ષ વચ્ચે એકતા અને પરિપક્વતા રાખવા પર ભાર મૂક્યો હતો.
ભારત-ચીન સીમા સંઘર્ષ અંગે કેન્દ્ર અને વિપક્ષોને એકતા અને પરિપક્વતા બતાવવાની જરૂર : માયાવતી - માયાવતી ટ્વીટ
ગત અઠવાડિયે લદાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ અંગે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ કેન્દ્ર અને વિપક્ષે એકતા અને પરિપક્વતા રાખવી જોઇએ તેમ જણાવ્યું હતું.
ટ્વિટર પર લખ્યું કે, તાજેતરમાં જ 15 જૂને લદાખમાં ચીની સૈન્ય સાથેની અથડામણમાં કર્નલ સહિત 20 સૈનિકોના મોતથી સમગ્ર દેશ ખૂબ જ દુખી, ચિંતિત અને ગુસ્સે છે. આ માટે, સરકાર અને વિપક્ષ બંનેએ સંપૂર્ણ પરિપક્વતા અને એકતા સાથે કામ કરવું પડશે, જે દેશ માટે અસરકારક સાબિત થશે.
માયાવતીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, આટલા મુશ્કેલ અને પડકારજનક સમયમાં ભારત સરકારની આગળની કાર્યવાહી અંગે લોકો અને નિષ્ણાંતોનો અભિપ્રાય અલગ અલગ હોઈ શકે, પરંતુ મૂળભૂત રીતે રાષ્ટ્રિય હિતના નિર્ણયને સરકાર પર છોડી દેવાનું વધુ સારું છે. કોઈપણ સંજોગોમાં, જે દરેક સરકારની જવાબદારી પણ હોય છે.