નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા બુધવારના રોજ મનોરંજન ક્ષેત્રોમાં છૂટછાટ આપતી નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન મુજબ બેઠક ક્ષમતાના 50 ટકા સાથે 15 ઓક્ટોબરથી થિયેટરો અને મલ્ટિપ્લેક્સ શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે.
ગૃહ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રીય મંજૂરીવાળા પ્રવાસ સિવાય આંતરરાષ્ટ્રીય પ્રવાસ બંધ રહેશે. જ્યારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને તબક્કાવાર રીતે 15 ઓક્ટોબર બાદ શાળાઓ અને કોચિંગ સેન્ટર્સ ફરીથી ખોલવા અંગે નિર્ણય લેવાની મંજૂરી આપવામાં આવી છે.
નવી ગાઇડલાઇનમાં શું ખુલશે? | શું રહેશે શરતો? |
સિનેમા, થિયેટર અને મલ્ટિપ્લેક્સ તેમની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે ખોલવામાં આવે તેવી શક્યતા છે. | આ અંગે માહિતી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર(SOP) પ્રસારણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. |
બિઝનેસ ટુ બીઝનેસ (B2B) પ્રદર્શનોની મંજૂરી આપવામાં આવશે. | વાણિજ્ય વિભાગ દ્વારા જે બાબતે SOP જાહેર કરવામાં આવશે. |
ખેલાડીઓની તાલીમ માટે ઉપયોગમાં લેવાતા સ્વિમિંગ પૂલને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. | જેના માટે રમતગમત વિભાગ દ્વારા SOP જહેર કરવામાં આવશે. |
મનોરંજન ઉદ્યાનો અને તેની સમકક્ષ ક્ષેત્રોને ખોલવાની મંજૂરી આપવામાં આવશે. | આ સંદર્ભમાં SOP આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. |