ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દુશ્મનો સાવધાન, પહેલું અપાચે હેલિકૉપ્ટર IAFને સોંપાયું - helicopter

નવી દિલ્હી: પ્રથમ AH-64E (I) - અપાચે ગાર્ડિયન હેલિકોપ્ટર ઔપચારિક રીતે 10 મે 2019 ના રોજ USAના એરિઝોનામાં બોઇંગ પ્રોડક્શન ફેસિલિટીમાં IAF ને ઔપચારિક રીતે સોંપવામાં આવ્યું હતું.

સ્પૉટ ફોટો-AH-64E (I)  હેલિકૉપ્ટર

By

Published : May 11, 2019, 12:14 PM IST

Updated : May 11, 2019, 1:12 PM IST

એર માર્શલ બૂટોલા કે જે ભારતીય હવાઇ દળનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમણે પ્રથમ અપાચે હેલીકોપ્ટર સ્વીકાર્યું હતું આ તકે યુએસ સરકારના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

AH-64E (I) હેલિકૉપ્ટર
સ્પૉટ ફોટો

IAF એ 22 અપાચે હેલિકોપ્ટર માટે સપ્ટેમ્બર 2015 માં યુએસ સરકાર અને M/S બોઇંગ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ હેલિકોપ્ટરના પ્રથમ બેચને આ વર્ષે જુલાઈ સુધીમાં ભારત મોકલવામાં આવશે. પસંદ કરાયેલા એર ક્રુ અને ગ્રાઉન્ડ ક્રૂને US આર્મી બેઝ કેમ્પ પર તાલીમ આપવામાં આવશે. આ એર ક્રુ મેમ્બર અપાચે ફ્લીટની કામગીરીનું સંચાલન કરશે.

સ્પૉટ ફોટો

AH-64E (I) હેલિકૉપ્ટરનો ભારતીય હવાઇ દળમાં સમાવેશ કરવો એ એક આધુનિકરણ તરફ મહત્વપૂર્ણ પગલું છે. IAFની ભાવિ જરૂરિયાતોને અનુરૂપ હેલીકોપ્ટરને કસ્ટમાઇઝ કરવામાં આવ્યું છે.

સ્પૉટ ફોટો
Last Updated : May 11, 2019, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details