લઘુતમ સેલ કિંમત (MSP)માં પણ તે જ કિંમત છે. તે અનુસંધાને ખાંડ મિલો જથ્થાબંધ ગ્રાહકો જેમ કે, હોલસેલર્સ અને બિસ્કીટ ઉત્પાદકો ખુલ્લા બજારમાં ખાંડ વેચી શકતી નથી.
સરકારે ખાંડના લઘુતમ વેચાણ ભાવમાં રૂ. 2નો કર્યો વધારો - sugar
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા સરકારે ગુરુવારે ખાંડના લઘુતમ વેચાણ ભાવમાં કિલો દીઠ રૂ. 2ના વધારો કર્યો છે. આ સાથે જ ખાંડનો ભાવ 31 રૂપિયા થઈ ગયો છે. જેથી ખાંડની મિલો બાકીની રકમ ખેડૂતોને ચૂકવવામાં મદદ કરી શકે.
spot photo
ખાદ્ય પ્રધાન રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે, અમે ખાંડની લઘુતમ કિંમત રૂ. 29 પ્રતિ કિલોથી વધારીને 31 રૂપિયા કરી દીધી છે. જેથી ખાંડ મિલોને શેરડીના ઉત્પાદક ખેડૂતોને આ કિંમત ચુકવવામાં મદદ કરશે. (ISMA)એ ચીની ઉદ્યોગોની એક અગ્રણી સંસ્થાએ તાજેતરમાં જણાવ્યું છે કે, જાન્યુઆરીના અંતમાં શેરડીની બાકીની રકમ આશરે 20,000 કરોડ રૂપિયા હતી.