ભારતની અર્થવ્યવસ્થાએ વેપાર યુદ્ધ અને સામાન્ય ચૂંટણીના સંભવિત પરિણામ સાથે વર્ષની શરુઆત કરી હતી. પરંતુ વર્ષ પુરૂં થતા સુધીમાં દેશની ધીમી પડેલી અર્થવ્યવસ્થાને કારણે ચિંતાનો માહોલ સર્જાયો હતો.
ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રહેવાને કારણે કેન્દ્ર સરકારે રાહતનો શ્વાસ લીધો હતો. સાથે જ વેપારમાં પણ સંતુલન રહ્યું હતું. જેના લીધે રુપિયાની કિંમતમાં થતો ઘટાડો અટક્યો હતો. આ વર્ષે સરકારે નવી કંપનીઓને 15 ટકાના દરે ટેક્સમાં છૂટ અને ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 1.5 લાખ રૂપિયાની વધારાની ટેક્સમાં છૂટ જેવા પગલા દ્વારા અર્થતંત્રને ઝડપી બનાવવા માટે સખત મહેનત કરી હતી.
- બેન્કિંગની સમસ્યાઓ યથાવત રહી
આ વર્ષે બેન્કિંગ સેક્ટર સમસ્યાઓથી ઘેરાયેલું રહ્યું. જાહેર ક્ષેત્રની બેન્કોના વધુ સારા મૂડીકરણ હોવા છતાં સરકાર દ્વારા મે-2019ની ચૂંટણી પછી તાજેતરમાં રૂપિયા 70 હજાર કરોડની પુન: મૂડી રોકાણની ઘોષણા કરવામાં આવી હતી.
જોકે, વર્ષના અંત સુધીમાં પબ્લિક સેક્ટર બેન્કોના NPAમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. ઘટાડો થવો શક્ય હતો કારણ કે, પબ્લિક સેક્ટર બેન્કો ધિરાણ આપવામાં ખૂબ સાવધ હતા અથવા ધિરાણ આપવા તૈયાર ન હતા. PSBના NPAમાં 11.2 ટકાથી 9.1 ટકાનો સામાન્ય ઘટાડો નોંધાયો હતો.
સરકારોએ બેન્કિંગ ક્ષેત્રના સ્વાસ્થ્ય અંગે સજાગ રહેવાની ખૂબ જરૂર છે. જો કે, બેન્કો હાલમાં સલામત છે, પરંતુ તેમને સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે.
- NBFC સંકટ
NBFC કટોકટીને વર્ષના વધતા જતા આર્થિક સંકટ માટે યાદ કરવામાં આવશે. NBFC લોનનો લગભગ 40 ટકા હિસ્સો ઓટોમોબાઈલ ઉદ્યોગના વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલો છે. માર્ચ 2018ના અંત સુધીમાં NBFC લોન 30.85 લાખ કરોડ હતી. માર્ચ 2019ના અંતમાં આ આંકડો 32.57 લાખ કરોડ પર પહોંચી ગયો.
આ વર્ષે ઈનસોલ્વન્સી બેંકરપ્સી કોડ, આર્બિટ્રેશન એક્ટ અને ઔદ્યોગિક સંબંધ કોડના રૂપમાં વિવિધ કાયદાઓ પસાર થવા એ આ વર્ષેનું એક મુખ્ય પગલું હતું. વર્ષ દરમિયાન ટેલિકોમ ક્ષેત્રમાં ઘણી ઉથલપાથલ જોવા મળી હતી. સેક્ટર અને સરકારની માગણીઓ વચ્ચે સ્પર્ધાને કારણે આ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં દેવું થયું હતું. એમાં કોઈ શંકા નથી કે, દેશમાં ટેલિકોમ ક્રાંતિથી ગ્રાહકોને ફાયદો થયો છે. એડજેસ્ટેડ ગ્રોસ ઈન્કમ રૂપિયા 92 હજાર કરોડની ચુકવણી અંગે સુપ્રીમ કોર્ટના આદેશને કારણે ટેલિકોમ ક્ષેત્ર નાદાર થવાની સ્થિતિમાં પહોંચી ગયું છે.
- હવે આગળનો રસ્તો શું?
જો મંદી આ જ રીતે ચાલુ રહેશે તો આગળ જતાં તે વધુ વિકરાળ રૂપ લઈ શકે છે. મંદીના કારણે GST કલેક્શનમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે GSTના દરોમાં વધારો કરવા રાજ્યોના દબાણમાં આવવું જોઈએ નહીં. કારણ કે, તેનાથી સ્થિતિ વધુ બગડી શકે છે. તેના બદલે કેન્દ્ર સરકારે રાજ્યોને એકીકૃત કરવા અને તેમની નકામી સબસિડી ઘટાડવા કહેવું જોઈએ. જે મતબેંકના રાજકારણ સિવાય બીજું કંઈ નથી.