કેન્દ્ર સરકાર 60 લાખ ટન ખાંડની નિકાસ માટે 6268 કરોડની સબસિડી આપશે - ખાંડ
નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે શેરડીના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે 60 લાખ મેટ્રિક ખાંડની નિકાસ કરવા માટે 6,268 કરોડની સબસિડી આપવાની જાહેરાત કરી છે. મોદી સરકારે મહત્તમ સ્વીકૃત નિકાસ વોલ્યુમના પ્રમાણે 60 લાખ ટન મેટ્રિક ખાંડના ઉત્પાદન માટે 6,268 કરોડની સબસિડી આપવાની જાહેરાત કરી છે.
કેબિનેટ બેઠકની જાણકારી આપતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે, સરકાર 60 લાખ મેટ્રિક ટન ખાંડની નિકાસ પર 6,268 કરોડની સબસિડી આપવામાં આવશે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દેશમાં 162 લાખ ખાંડનો સ્ટોક, જેમાં 40 લાખ ટન બફર સ્ટોક છે. બાકી 60 લાખ ટન ખાંડ નિકાસ કરવામાં આવશે. કેબિનેટે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવા માટે 6,268 કરોડની સબસિડી આપવાની જાહેરાત કરી છે. CCEAના ખાંડની મિલોને 10,448 રૂપિયા પ્રતિ ટનની દરથી ખાંડની નિકાસ માટે સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે.
ખાંડના નિકાસ માટે મળનારી સબસિડી સીધી ખેડૂતોના ખાતા જમા થઈ જશે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિા, બ્રાઝિલ અન ગ્વાલેમાલના ભારતના પૂર્વ નિકાસ સબસિડી કાર્યક્રમમાં વિરોધમાં વિશ્વ વેપાર સંગઠન WTOમાં ફરિયાદ કરતા જેમાં વ્યાપારિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.