વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની મુલાકાત દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં થઇ હતી. બન્ને નેતાઓએ નિવેદન પણ જાહેર કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે શ્રીલંકા સરકાર તમિલોની સમાનતા, ન્યાય, શાંતિ અને સમ્માનની આકાંક્ષાઓને પૂરી કરવા માટે, reconciliationની પ્રક્રિયાને આગળ વધારશે.
ગોટાબાયા રાજપક્ષેનો ભારત પ્રવાસ, PM મોદી સાથે બેઠક બાદ સંયુક્ત નિવેદન - શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે
નવી દિલ્હી: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ભારત પ્રવાસ પર છે. રાજપક્ષે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય કેબિનેટ પ્રધાનો સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં રાજપક્ષેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગોટાબાયા રાજપક્ષેનો ભારત પ્રવાસ: PM મોદી સાથે બેઠક બાદ સંયુક્ત નિવેદન
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રાષ્ટ્રપતિ ગોડાબાયાની મુલાકાત કરી હતી. આ સમયે બંનેએ રાષ્ટ્રીય હિત અને દ્વિપક્ષીય સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ઉલ્લેખનિય છે કે, હાલમાં શ્રીલંકામાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોયાબાયા રાજપક્ષે ચૂંટાયલા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ આ ભારતમાં તેમનો પહેલો પ્રવાસ છે.