નવી દિલ્હી :ગૂગલે પ્રતિષ્ઠિત ભારતીય અભિનેત્રી ઝોહરા સહગલના સમ્માનમાં તેમને યાદ કરતા ડૂડલ બનાવ્યું છે. સહગલ દેશની પ્રથમ કલાકારોમાંથી એક છે. જેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિ મેળવી હતી. ઝોહરા સહગલે 1998માં પદ્મ શ્રી, 2001માં કાલિદાસ સમ્માન અને 2010માં પદ્મ વિભૂષણ સહિત દેશના સર્વેચ્ચ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
Zohra Sehgal: ગૂગલે ડૂડલ બનાવી મશહૂર અભિનેત્રી ઝોહરા સહગલને યાદ કર્યા - બ્રિટિશ ટેલિવિઝન શો
ગૂગલે પ્રતિષ્ઠિત ભારતીય અભિનેત્રી ઝોહરા સહગલના સમ્માનમાં તેમને યાદ કરતા ડૂડલ બનાવ્યું છે.ગૂગલ કોઈ પણ મહાન વ્યકિતને યાદ કરતું ડૂડલ બનાવે છે.
સહગલનો જન્મ 27 એપ્રિલ 1912ના રોજ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં થયો હતો. 20 વર્ષની ઉંમરમાં ઝોહરા સહગલે જર્મની ડ્રેસડેનના એક પ્રતિષ્ઠિત શાળામાં બૈલે ડાન્સ શીખ્યો હતો. ત્યારબાદ તેઓ ભારતીય નૃત્ય ક્ષેત્રના મહાન વયક્તિ ઉદય શંકરની સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રવાસ કર્યો હતો.
1945 બાદ ઝોહરા સહગલ ઈન્ડિયન પીપલ્સ થિયેટર એસોશિએશનમાં સામેલ થયા હતા અને અભિનયની શરુઆત કરી. તેમની પ્રસિદ્ધ ફિલ્મ મહોત્સવનો સર્વોચ્ચ સમ્માન, પાલ્મે ડી પુરસ્કાર જીત્યો હતો.1962માં સહગલે લંડન ગયા બાદ ડૉક્ટર હૂ અને ધ 1984 માઈનિજીરિઝ ધ જ્લૈલ ઈન ધ ક્રાઉન જેવી બ્રિટિશ ટેલિવિઝન શોમાં કામ કર્યું હતુ. 10 જુલાઈ 2014ના રોજ નવી દિલ્હીમાં સહગલનું નિધન થયું હતું.