ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વસતિ વધારાને નાથવા માટે જરૂર છે વધુ સારી સ્ટ્રેટેજીની

ન્યૂઝ ડેસ્ક: માણસો વધી જાય તો છાસમાં પાણી વધી જાય એ આપણે જાણીએ છીએ અને દે દામોદાર દાળમાં પાણી એવું પણ મજાકમાં કહેવાતું હોય છે.

વસતિ વધારાને નાથવા માટે જરૂર છે વધુ સારી સ્ટ્રેટેજીની
વસતિ વધારાને નાથવા માટે જરૂર છે વધુ સારી સ્ટ્રેટેજીની

By

Published : Jan 9, 2020, 10:54 AM IST

સંયુક્ત રાષ્ટ્રસંઘના રિપોર્ટ અનુસાર અત્યારે બીજા નંબરે રહેલું ભારત 2027માં ચીનથી આગળ નીકળીને સૌથી વધુ વસતિ ધરાવતું રાષ્ટ્ર બની જશે.

15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી ભાષણ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વસતિ વધારાની સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે નાના કુટુંબની પ્રસંશા કરતાં કહ્યું હતું કે તેના કારણે કલ્યાણ કાર્યક્રમો વધારે સારી રીતે ચલાવી શકાય છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે યોગ્ય આયોજન સાથે વસતિ વધારાની સમસ્યાનો સામનો કરવાનો રહેશે, કેમ કે રાજકીય લાભ સાથે લેવાતા નિર્ણયને કારણે દેશને નુકસાન થાય છે.

પરિવાર નિયોજનની યોજનાઓની નિષ્ફળતાને કારણે દેશની પ્રગતિ સામે મોટો પડકાર ઊભો થયો છે.

આ સ્થિતિમાં નીતિ આયોગ પરિવાર નિયોજન માટે નવેસરથી મુસદ્દો તૈયાર કરી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના અંદાજ અનુસાર 2050 સુધીમાં ભારત, નાઇજીરિયા, અને પાકિસ્તાન ત્રણેય દેશોની વસતિ દુનિયાની અડધોઅડધ વસતિ હશે.

તેથી નીતિ આયોગ ગંભીરતાથી 2035 સુધીમાં વસતિ વધારાને કાબૂમાં લેવા માટેનું આયોજન વિચારી રહ્યું છે.

50 વર્ષ પહેલાં દેશનો ફર્ટિલિટી રેટ પાંચ ટકાનો હતો, તે 1991માં 3.1 ટકા સુધી નીચે આવ્યો હતો અને 2013માં વધુ ઘટીને 2.3 ટકાનો થયો હતો. જોકે અત્યારે જ 137 કરોડની વસતિ થઈ ગઈ છે તે આયોજકો માટે મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે.

નીતિ આયોગના અંદાજ અનુસાર કુલ વસતિના 30 ટકા ફર્ટિલિટી વયજૂથમાં છે અને 3 કરોડ પરિણિત મહિલાઓને પરિવાર નિયોજનની સુવિધાઓ મળી રહી નથી.

ટકાઉ વિકાસનું લક્ષ્યાંક હાંસલ કરવા માટે દંપતિમાં એ જાગૃતિ લાવવી જરૂરી છે કે બિનજરૂરી ગર્ભાધાન અટકાવવા માટે શું ઉપાય કરી શકાય છે.

સાથે જ પરિવાર નિયોજન માટે વધારે સારી સુવિધાઓ ઊભી કરવી જરૂરી છે. તે દિશાની અસરકારક નીતિઓ જરૂરી છે.

વિશ્વમાં ભારત જ પ્રથમ દેશ હતો જેણે વસતિ નિયંત્રણની જરૂર છે તે સ્વીકાર્યું હતું અને નાનું કુટુંબ, સુખી કુટુંબ તેવું સૂત્ર પણ પ્રથમ પાંચ વર્ષીય યોજનામાં આપ્યું હતું.

આમ છતાં આઝાદીના 72 વર્ષ પછીય ભારતની વસતિમાં 100 કરોડનો વધારો થઈ ગયો.

2000ની સાલમાં રાષ્ટ્રીય વસતિ નીતિ તૈયાર કરવામાં આવી ત્યારે ફર્ટિલિટી રેટ 3.2 ટકા નક્કી કરાયો હતો, જે અત્યારે ઘટીને 2.2 થયો છે.

એ વાત સાચી કે ઉત્તર પ્રદેશ, બિહાર અને બીજા રાજ્યોમાં વસતિ વિસ્ફોટ વધારે છે. તેને અટકાવવા માટે કેટલીક જાહેર હિતની અરજી પણ કરવામાં આવી હતી. અદાલતને અરજ કરવામાં આવી હતી કે બે બાળકોની નીતિ માટે કાયદો કરવા સરકારને આદેશ આપે.

આવી સૂચના આપવા ગત સપ્ટેમ્બરમાં હાઈ કોર્ટે ઇનકાર કર્યો તે પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

ન્યાયાધીશ વેંકટચલૈયા પંચે ભલામણ કરી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વસતિ વિસ્ફોટ રોકવા માટે સત્તા આપવી જોઈએ. આ અંગેની પીઆઈએલ અને બીજા ત્રણ કેસો પણ હાલમાં સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ છે.

વસતિ વધારાનો દર નીચે આવ્યો હોવા છતાં બિહાર, મેઘાયલ, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ, મણીપુર અને ઝારખંડમાં હજી પણ વસતિ ઝડપથી વધી રહી છે.

માત્ર અદાલતના આદેશોથી કે સરકારી કાયદાથી વસતિ વધારો ઘટવાનો નથી, તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારે પાયાના સ્તરે ઝડપી પગલાં લેવાં જરૂરી બન્યાં છે.

મોદી સરકારે અઢી વર્ષ પહેલાં દેશના સૌથી વધુ વસતિ ધરાવતા જિલ્લાઓમાં 'મિશન પરિવાર વિકાસ' કાર્યક્રમ મોટા પાયે શરૂ કર્યો છે.

દેશની 44 ટકા વસતિ ધરાવતા આ જિલ્લાઓ બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, યુપી, રાજસ્થાન અને આસામમાં આવેલા છે.

આ રાજ્યોના 115 જિલ્લાઓમાં નાની વયની માતાઓની સંખ્યા મોટી છે. તેના કારણે પ્રસૂતિ વખતે 25થી 30 ટકા કિસ્સામાં માતાનું મૃત્યુ થાય છે અને શીશુ મૃત્યુનો દર પણ 50 ટકા જેટલો છે.

સરકારે જાગૃતિ કાર્યક્રમ આગળ વધારવાની જાહેરાત કરી છે અને પરિવાર નિયોજનનો લક્ષ્યાંક સિદ્ધ કરવા ગર્ભ નિરોધક સાધનો પૂરા પાડવામાં આવે છે. જોકે તે યોજનાને કેટલી સફળતા મળી તે સ્પષ્ટ નથી.

વસતિ નિયંત્રણ માટે કાયદો કરવો કે બેથી વધુ બાળકો હોય ત્યારે મતદાન, ચૂંટણી લડવી, મિલકતો ધરાવવી, મફતમાં કાનૂની સહાય કે આવાસ જેવી સુવિધા ના આપવાની દરખાસ્ત સામે જાણકારો ચેતવણી આપી રહ્યા છે.

2018ના આર્થિક સર્વેમાં જાણવા મળ્યું હતું કે ભારતમાં પુત્રનો મોહ છે, તેના કારણે અનિચ્છનિય 2.10 કન્યા ભ્રૂણનો ગર્ભપાત કરાવી દેવાયો હતો. આવી રીત વ્યાપક બનશે તેવી ચેતવણી આપવામાં આવી રહી છે.

આશા વર્કર્સ, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામાજિક રીતે જાગૃતિ લાવીને ભારત વસતિને સ્થિર કરી છે.

ABOUT THE AUTHOR

...view details