ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવરાત્રિમાં મધ્યપ્રદેશમાં બધા મંદિરો ખુલશેઃ CM શિવરાજ સિંહ ચૌહાણ - નેશનલસમાચાર

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં દુર્ગા દેવીના બધા જ મંદિરો ખુલશે. મુખ્યપ્રધાને કહ્યું કે, બધા ભક્તોએ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. તેમજ પરિસરમાં 200થી વધુ લોકોને પરવાનગી આપવામાં આવશે નહી. મુખ્યપ્રધાન કાર્યાલયે સમગ્ર જાણકારી આપી હતી.

Chief Minister Shivraj Singh Chauhan
Chief Minister Shivraj Singh Chauhan

By

Published : Oct 15, 2020, 12:24 PM IST

ભોપાલ: દેશભરમાં 17 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈ જોરશોરથી તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ત્યારે મધ્યપ્રદેશમાં નવરાત્રિના પાવન પર્વ પર મા દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરવાની સાથે રામલીલાનું આયોજન અને દશેરા પર્વ પર રાવણના પુતળા દહન કરવાની પરવાનગી આપવામાં આવી છે.

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહે ટ્વિટ કરી કહ્યું કે, પ્રિય દેશવાસીઓ મા જગદંબાના પાવન પર્વ નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરુ થઈ રહી છે. મંદિરના કપાટ શ્રદ્ધાળુંઓ માટે ખુલ્લા રહેશે. આપ સૌને વિનંતી છે કે, વૃદ્ધ અને બાળકો ભીડમાં ન જાય. સોશિયલ ડિસ્ટન્સનું પાલન આવશ્ય કરે અને માસ્ક પહેરવું.

કોરોના કહેર વચ્ચે નવરાત્રિમાં મંદિર ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details