ગુજરાત

gujarat

બિહારની બહાદુર દીકરી: ઘાયલ પિતાને સાઈકલ પર ગુરુગ્રામથી દરભંગા લાવી

By

Published : May 18, 2020, 4:52 PM IST

બિહારના દરભંગામાં રહેતા મોહન પાસવાનને મકાન માલિકે ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જ્યારે મોહનની પુત્રીને આ વાતની જાણ થઈ ત્યારે તેણે ગુરુગ્રામથી 1300 કિલોમીટર દૂર દરભંગા લાઇકલ ચલાવીને પિતાને ઘરે પાછા લાવી.. વિગતવાર વાંચો ...

ઘાયલ પિતાને સાઈકલ પર ગુરુગ્રામથી દરભંગા લાવી
ઘાયલ પિતાને સાઈકલ પર ગુરુગ્રામથી દરભંગા લાવી

પટણા: બિહારના દરભંગા જિલ્લાની દીકરી જ્યોતિએ તેણીના પિતા માટે એ કરીને બતાવ્યું, જેની કોઈને તેમના પુત્રો પાસેથી પણ અપેક્ષા ન હોય. 13 વર્ષની જ્યોતિ તેના ઇજાગ્રસ્ત પિતાને સાયકલ પર લઇ ગઈ હતી અને આશરે 1300 કિલોમીટરનું અંતર કાપીને તેને સુરક્ષિત ઘરે લઈ આવી હતી.

ત્યારબાદ, બહાદુર દીકરીની આખા વિસ્તારમાં બધે જ ચર્ચા થઇ રહી છે. પિતા મોહન પાસવાન પણ તેમની દીકરીના વખાણ કરતા થાકતા નથી.

ઘાયલ પિતાને સાઈકલ પર ગુરુગ્રામથી દરભંગા લાવી

500 રૂપિયામાં ખરીદી જૂની સાયકલ

જ્યોતિએ કહ્યું કે તે બીમાર પિતાને લઈને ઘણી મુશ્કેલીમાં હતી. પિતાના પગમાં ઈજા થવાને કારણે રોજગાર અટકી પડ્યો હતો અને પહેલાથી જ આર્થિક સંકટ હતું. તેની પાસે માત્ર 500 રૂપિયા બાકી હતા. જેમાંથી તેણે એક જૂની સાયકલ ખરીદી અને તેના પિતાને લઇને નીકળી પડી. રસ્તામાં જે મળ્યું તેમણે તે લોકોની મદદ કરી.

પિતાને તેની પુત્રી પર ગર્વ

તે જ સમયે, મોહન પાસવાને કહ્યું કે તેમને તેમની પુત્રી જ્યોતિ પર ગર્વ છે. મકાન માલિકે તેને ઘરમાંથી કાઢી મૂક્યા ત્યારે તેને પોતાની નહીં પણ પુત્રી વિશે ખૂબ ચિંતા હતી. પરંતુ આ પુત્રી ખૂબ બહાદુર બની અને સલામત રીતે ઘરે પહોંચાડીને તેને નવી જિંદગી આપી.

ABOUT THE AUTHOR

...view details