બિહાર: ગિરિરાજ સિંહનું કોર્ટમાં સમર્પણ, તુરંત જ જામીન મળ્યા - giriraj sinh
બેગૂસરાય: કેન્દ્રીય પ્રધાન અને બેગૂસરાયથી લોકસભા ઉમેદવાર ગિરિરાજ સિંહે ચૂંટણી પ્રચારમાં આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈ મંગળવારે બિહારના બેગૂસરાયની એક કોર્ટમાં સમર્પણ કર્યું હતું. ત્યાર બાદ કોર્ટમાંથી તેમને જામીન મળી ગયા હતાં.
ians
અહીં ઉલ્લેખનીય છે 24 એપ્રિલે બેગૂસરાયની એક ચૂંટણી રેલી દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં મુસ્લિમો વિરુદ્ધ એક ટિપ્પણી આપી હતી જેને લઈ તેમના પર આચારસંહિતાની ફરિયાદ નોંધાઈ હતી.