બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીની પ્રેસ કૉન્ફરન્સ
- BSP પ્રમુખ માયાવતીએ પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. જેમાં કોંગ્રેસ પર નિશાન સાંધ્યું હતુ, માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસે રાજસ્થાનમાં ચૂંટણીમાં BSP ધારાસભ્યોનો વિલય કર્યો છે. અમે સુપ્રીમ કોર્ટ સુધી જશું. કોંગ્રેસને પાઠ ભણાવવો જરુરી છે.
- બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યોને કોંગ્રેસમાં વિલય વિરુદ્ધ હાઈકોર્ટમાં ફરી અરજી દાખલ કરી છે. અરજી ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે કરી છે. આ પહેલા હાઈકોર્ટે તેમની અરજી રદ્દ કરી હતી.
- મુખ્યપ્રધાન બન્યા બાદ ગહેલોતે અમારા 6 ધારાસભ્યોને ગૈરકાનૂની રીતે પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે.
- અનેખ વખતે બહુજન સમાજ પાર્ટીને કોંગ્રેસે ધોખો આપ્યો છે.
- કોંગ્રેસની સરકાર રહે કે નહિ, પરંતુ દોષ ગહેલોતનો જ હશે.
- બીએસપી પાસે હવે કોર્ટમાં જવા સિવાય કોઈ વિક્લપ નથી.
- અમે નક્કી કર્યું છે કોંગ્રેસને પાઠ ભણાવવો જરુરી છે
- ગહેલોતનું નિવેદન રમજુભર્યું છે. તેમણે ખુદ પોતે અમારા ધારાસભ્યોની ચોરી કરી ત્યારે યાદ ન આવ્યું કે, અસંવૈધાનિક છે કે નહી, અમારા ધારાસભ્યો બસપાની ટિકીટ પર જીત્યા હતા.
- પોતે ખોટું કામ કરે છે અને આરોપ અમારી ઉપર નાંખે છે.
- કોરોના મહામારીથી સમગ્ર દુનિયા ચિંતીત છે. કોરોના સંક્રમણને રોકવા અનેક પગલા ભર્યા છે.હજુ ત્રણ-ચાર દિવસમાં અનલૉક-4 જાહેર થશે. મારો કેન્દ્ર સરકારને આગ્રહ છે કે, સરકાર યોગ્ય પગલું ભરે,
અશોક ગહેલોતની કેબિનેટ બેઠક શરુ
- પ્રધાનો મુખ્યપ્રધાનના આવાસ પર પહોચ્યાં
- મુખ્ય સચિવ રાજીવ સ્વરુપ પણ પહોચ્યાં સીએમ આવાસ
- રાજ્યપાલને મોકલવામાં આવશે પ્રસ્તાવ