રાજસ્થાન : મુખ્યપ્રધાન અશોક ગહલોતે હાથરસ મામલાને લઈ યૂપી સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે હાથરસમાં બનેલી ઘટના પર ટ્વિટ કરતા કહ્યું કે, હાથરસમાં રાત્રે પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ લાપરવાહી હ્રધ્ય દ્વાવક છે.
હાથરસ સામૂહિક દુષ્કર્મ : CM અશોક ગહલોતે પીડિતાના અંતિમ સંસ્કારને ભાજપની લાપરવાહી કહી - નેશનલસમાચાર
ઉત્તર પ્રદેશમાં મોડીરાત્રે હાથરસની પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેને લઈ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ સમગ્ર ઘટનાને હ્રધ્ય દ્વાવક ગણાવી છે.
મુખ્યપ્રધાન ગહલોતે ટ્વિટ કરી લખ્યું કે, રાત્રે પોલીસની દેખરેખમાં જ તમે પીડિતાના અંતિમ સંસ્કાર કરો છે. જ્યારે એક માં માત્ર તેમની છોકરીના અંતિમ દર્શન માટે આજીજી કરતી રહી હતી. કોરોનામાં પણ મૃતદેહના અંતિમ સંસ્કાર વખતે પરિવારના સભ્યોના 20 લોકોને પરવાનગી આપવામાં આવે છે.
તેમજ કોરોના પહેલા પણ અંતિમ સંસ્કાર પહેલા પરિવારના સભ્યોનો મૃતદેહ સોંપવામાં આવે છે. આપણી સરહદ પર રક્ષણ કરનાર જવાન શહિદ થાય તો તેમના પાર્થિવ દેહને પણ પહેલા તેમના ગામમાં લઈને આવવામાં આવે છે. હેલીકૉપ્ટર, પ્લેન તેમજ વિદેશમાંથી પણ મૃતદેહ વતનમાં પરત લઈ આવવામાં આવે છે. આ સન્માન આપવું એ આપણા દેશવાસીઓના સંસ્કાર, સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓ પર આધાર પર હંમેશા રહ્યો છે. આ બઘું જ ભાજપના શાસનમાં થયું છે. તો પછી ભાજપ કઈ હિન્દૂ સંસ્કૂતિની વાત કરી રહ્યું છે.