ગુજરાત

gujarat

By

Published : Mar 22, 2019, 12:09 PM IST

Updated : Mar 22, 2019, 2:36 PM IST

ETV Bharat / bharat

ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપની પીચ પર, દિલ્હીથી લડશે જંગ

ન્યૂઝ ડેસ્ક: ભારતીય ટીમના શાનદાર બેટ્સમેન ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયા છે. ગૌતમ ગંભીર દિલ્હીથી લોકસભા ચૂંટણી લડશે. ગત રોજ ભાજપના મોવડી મંડળે દેશમાં આગામી લોકસભા માટે 184 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે.

અહીં મહત્વનું છે કે, દેશના રાજકારણમાં દરેક પાર્ટીઓમાં નેતાઓ પાર્ટી બદલી એકબીજામાં જઈ રહ્યા છે, ત્યારે ભાજપમાં પણ હવે નવા નેતા તરીકે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ હતી જે હવે નિશ્ચિત થઈ ગયું છે.

આપને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર દિલ્હીમાંથી ભાજપમાં જોડાઇલોકસભા ચૂંટણી લડી શકે છે. અગાઉ વિરેન્દ્ર સહેવાગને પણ ભાજપમાં ઓફર મળી હતી પણ સહેવાગે વ્યક્તિગત કારણો આપી તેનીના પાડી દીધી હતી.

Last Updated : Mar 22, 2019, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details