ઉત્તરકાશી: માતા ગંગાના પવિત્ર ધર્મસ્થાન ગંગોત્રીથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગંગાજળ મોકલવામાં આવી રહ્યું છે. ગંગોત્રી મંદિર સમિતિ વતી સોમવારે સવારે ગંગોત્રી ધામથી કળશમાં ગંગાજળ ભરીને વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પછી ગંગોત્રી ધામ મંદિર સમિતિના સચિવએ આ ગંગાજળને બીજા પૂજારીને આપ્યું. તે પોસ્ટ દ્વારા વડાપ્રધાન મોદીને મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે, માતા ગંગા મોક્ષદાયિની છે. તે પીએમને કોરોના સામે લડવામાં મદદ કરશે.
ગંગોત્રી મંદિર કમિટી દ્વારા પીએમને ગંગાજળ મોકલાયુ - पीएम मोदी को भेजा जाएगा गंगा जल
ગંગોત્રી ધામના કપાટ ખોલ્યા બાદ 26 એપ્રિલના રોજ પીએમ મોદીના નામે પ્રથમ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મંદિરના પુજારીઓનું માનવું છે કે, જે વ્યક્તિ માટે પ્રથમ પૂજા કરવામાં આવે છે, તેના માટે અહીંથી ગંગા જળ મોકલવામાં આવે છે, જેથી માતાના આશીર્વાદ તેની સાથે રહે. કોરોના સામે લડવામાં મદદ માટે આજે પીએમ મોદીને ગંગોત્રીથી ગંગાજળ મોકલવામાં આવી રહ્યુ છે.
રવિવારે અક્ષય તૃતીયા નિમિત્તે વિધી વિધાન દ્વારા ગંગોત્રી ધામના દરવાજા છ મહિના માટે ખોલવામાં આવ્યા હતા. ગંગોત્રી ધામમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે પ્રથમ પૂજા કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણના રૂ .1,100 મોકલ્યા. આ દક્ષિણા ભટવાડી એસ.ડી.એમ દેવેન્દ્રસિંહ નેગીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વતી ગંગોત્રી ધામ મંદિર સમિતિને અર્પણ કર્યા હતા.
ગંગોત્રી ધામ મંદિર સમિતિના સચિવ દીપક સેમવાલ અને સહસચિવ રાજેશ સેમવાલે જણાવ્યું હતું કે, જે કોઈ ગંગાના ચરણોમાં પૂજા કરે છે, તે પરિવારના કલ્યાણ માટે ગંગાજળ કળશમાં રાખી પૂજારીઓ દ્વારા પૂજા કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામે રવિવારે પ્રથમ પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેથી પોસ્ટ દ્વારા ગંગાજળ પીએમ મોદીને મોકલવામાં આવી રહ્યું છે.