ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રયાગરાજમાં પૂરના પાણીમાં લોકોએ લગાવી આસ્થાની ડૂબકી ! - ગંગા માએ ઘરમાં દર્શન આપ્યાં

પ્રયાગરાજ : ગંગા-યમુના નદીઓનું જળસ્તર 6 દિવસથી વધી રહ્યું છે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યાં છે. ઘરોમાં પાણી ઘુસી જવાથી લોકો મકાનની છત પર રહેવા મજબુર થયા છે. એક તરફ બંને નદીઓએ રૌદ્રરુપ ધારણ કર્યું છે. તો બીજી બાજુ લોકો પોતાના ઘરમાં ગંગા સ્નાન કરતા જોવા મળી રહ્યા છે.

etv bharat

By

Published : Sep 22, 2019, 2:16 PM IST

લોકોનું કહેવું છે કે, ગંગા માં એ ઘરમાં દર્શન આપ્યાં છે. જેથી ગંગા સ્નાન ઘરમાં થઈ રહ્યું છે. અંદાજે 500 ઘરોમાં પાણી ભરાયા છે. જેના કારણે લોકો શ્રદ્ધા ભાવ સાથે ગંગામાં સ્નાન કરી રહ્યા છે.

પ્રયાગરાજમાં ઘરમાં પહોચી ગંગ-યમુના નદી

પ્રયાગરાજની બંને નદીઓમાં સ્નાન કરવા માટે ઘાટ પર જવું પડતું હતુ. પરંતુ હવે ગંગા-યમુનાનું જળસ્તર વધવાથી ઘરોમાં પાણી ભરાયા છે. ત્યારે એક તરફ પુરની સમસ્યા છે. તો બીજી તરફ ગંગા મૈયા ઘરમાં આવવાથી લોકો ખુશ છે.

ABOUT THE AUTHOR

...view details