2 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીની સાથે સાથે 10 દિવસ સુધી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ જશે. કોઈ ત્રણ દિવસ તો કોઈ સાત દિવસ તો કોઈ 10 દિવસ સુધી બપ્પાની આવભગત કરતું હોય છે. આ તમામની વચ્ચે 2 સપ્ટેમ્બરથી દેશના તમામ ભાવિક ભક્તોના ઘરમાં ગણેશના આગમન થશે. લોકો હર્ષોલ્લાસ સાથે બપ્પાને ઘરમાં રાખી આનંદ અને ઉલ્લાસ સાથે તેમની પૂજા અર્ચના કરશે.
ગણેશ ચતુર્થી નિમિતે જોતા રહો ખાસ ઈટીવી ભારત ગણેશ પૂજાનું શુભ મુહૂર્ત
ચતુર્દશીના અવસરે જે સમયે ચંદ્રોદય હોય છે તે સમય સૌથી ઉત્તમ મુહૂર્ત હોય છે. તે દિવસે ગણેશ ચતુર્થી માન્ય રાખવામાં આવે છે. કારણ કે, 2 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે અને સાંજે ચંદ્રોદય સાથે આ પર્વની ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવશે. ગણેશ પૂજન, ગણેશ સ્થાપના તથા બપ્પાના આર્શિવાદ માટે આ સમય સૌથી ઉત્તમ સમય માનવામા આવે છે.
ગણેશ પૂજાની વિધિ
આમ તો પ્રથમ પૂજનિય એવા ગણેશની પૂજા માટે અલગ અલગ વિધિ હોય છે. પશ્ચિમથી લઈ ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતમાં અલગ અલગ વિધિ સાથે ગણેશની પૂજા થાય છે. પણ શાસ્ત્રોમાં તેના માટે 4 વિધિ છે. તેથી આ ચાર વિધિ સાથે જો તેમની સ્થાપના કરવામાં આવે તો ફળદાયી અને વિશેષ કૃપા વરસે છે.
આ વિધિ સાથે કરો આરાધના
ગણેશ આરાધના અને સ્થાપના માટે ષોડશોપચાર, પંચાપચાર, મનસોપચાર અને રાજોપચાર વિધિથી ભગવાન ગણેશની આરાધના થાય છે. રાજોપતાર વિધિમાં રાજાશાહી રીતે ભગવાન ગણેશની પૂજા અર્ચના સમાપ્ત થાય છે. જેમાં 56 પ્રકારના ભોગ ધરાવી મહાઆરતી તથા અન્ય વસ્તુઓ સાથે તેમની પૂજા થાય છે.
ષોડશોપચાર વિધિમાં 16 પ્રકારના પૂજા પાઠની સામગ્રી ભેગી કરી ગણેશ ભગવાનની પૂજા થાય છે. પંચોપચારની વિધિમાં ધૂપ, દિપ, નૈવેધ, ગંધ અક્ષત પુષ્પ લઈ ભગવાન ગણેશને આહ્વાન કરી તેમની પૂજા કરવામા આવે છે. મનસોપચાર વિધિમાં જો તમે ક્યાંય બહાર છો અથવા તો દૂર છો તો તમે આ વિધિ દ્વારા પૂજા કરી શકો છો. ગણેશજીના આશિર્વાદ લેવા માટે આ ચારમાંથી કોઈ પણ એક વિધિ અપનાવી તમે આશિર્વાદ લઈ શકો છો.