ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે ગણેશ ચતુર્થીઃ આ વખતે ખાસ સંયોગ, સૂર્ય-મંગળ પોતપોતાની રાશિમાં

ગણેશ પુરાણમાં કહેવાયું છે કે, ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથ તિથિએ ગણેશજીનો જન્મ થયો હતો. જેથી આ તિથિને ગણેશ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો ગણેશની સ્થાપના કરી ગણેશોત્સવની શરૂઆત કરે છે. જે 10 દિવસ સુધી ચાલે છે અને અનંત ચૌદશના દિવસે પૂર્ણ થાય છે. જો કે, આ વખતે કોરોના વાઇરસને કારણે ગણેશ મહોત્સવમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે.

By

Published : Aug 22, 2020, 7:12 AM IST

Updated : Aug 25, 2020, 12:27 PM IST

ganesh-chaturthi-festival
આજે ગણેશ ચતુર્થી

ન્યૂઝ ડેસ્કઃ ગણેશ પુરાણમાં કહેવાયું છે કે, ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથ તિથિએ ગણેશજીનો જન્મ થયો હતો. જેથી આ તિથિને ગણેશ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો ગણેશની સ્થાપના કરી ગણેશોત્સવની શરૂઆત કરે છે. જે 10 દિવસ સુધી ચાલે છે અને અનંત ચૌદશના દિવસે પૂર્ણ થાય છે. જો કે, આ વખતે કોરોના વાઇરસને કારણે ગણેશ મહોત્સવમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થી આમ તો મહારાષ્ટનો મુખ્ય તહેવાર છે, પણ સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થી ઉજવાય છે. વિવિધ પંડાલ બનાવી બાપ્પાની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોના વાઇરસને લીધે પંડાલને મંજૂરી અપાઈ નથી.

આજે 22 ઓગસ્ટે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શુભ દિવસે ખાસ સંયોગ બની પણ રહ્યો છે. આજે ગણેશ ચતુર્થી પર 126 વર્ષ પછી સૂર્ય અને મંગળ પોતપોતાની સ્વરાશીમાં સ્થિત છે. સૂર્ય સિંહ રાશિમાં સ્થિત છે, જ્યારે મંગળ પણ મેષમાં સ્થિત છે. બંને ગ્રહોનો આ સંયોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ છે. ગણેશજીના પ્રસન્ન થવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિની સ્થાપના થાય છે. ગણેશ ચતુર્થીએ નવા બિઝનેસની શરૂઆત, ઘરેણાં, પ્રોપર્ટી અને વાહનની ખરીદારી પણ શુભ રહે છે.

આ વર્ષે ગણેશ ચતુર્થીએ ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિથી સાધ્ય અને રવિયોગ બની રહ્યો છે. જેની સાથે જ હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિમાં ચંદ્ર રહેશે. મહત્વનું છે કે, સૂર્ય, મંગળ, ગુરુ અને શનિ આ 4 ગ્રહ પોતાની જ રાશિઓમાં રહેશે. જેથી આ દિવસ વધારે ખાસ બની ગયો છે. ગ્રહ-નક્ષત્રોના આ શુભ સંયોગમાં ગણેશ સ્થાપના થવાથી સમૃદ્ધિ અને સુખ-શાંતિ મળશે. ત્યાં જ, અનેક લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થશે.

શ્રી ગણેશ, ગજાનન, વિનાયક, લંબોદર અને વક્રતુંડના નામથી ઓળખાતા ભગવાન ગણેશનું પૃથ્વી ઉપર શુભાગમન થઈ રહ્યું છે. પ્રથમ પુજ્ય શ્રી ગણેશ અતિ વિશિષ્ટ, સૌમ્ય અને આકર્ષક દેવતા છે. ઘરમાં ગણેશનો પ્રવેશ કરવા ઘરના માલિક મુર્તિ લઈને દ્વાર ઉપર ઉભા રહે. સ્વયં અંદર આવીને પૂજાની થાળીથી તેની આરતી ઉતારે, તેના માટે સુંદર અને શુભ મંત્ર બોલો. આદર સહિત ગજાનનને ઘરમાં તૈયાર કરવામાં આવેલા તેના શુભ સ્થાન ઉપર જય જયકારની સાથે શુભ મુહૂર્તમાં સ્થાપિત કરો. તમામ પરિવારજનો સાથે મળીને કપુરની આરતી કરો. થાળીમાં ભોજન પીરસીને ભોગ લગાવો. લાડુ કે મોદક અવશ્ય બનાવો. મેવા પણ રાખો. પ્રતિદિન પ્રસાદની સાથે મેવા રાખો.

ઘર, ઓફિસ અથવા અન્ય સાર્વજનિક જગ્યાએ ગણેશ સ્થાપના માટે માટીની મૂર્તિ બનાવવી જોઇએ. ગણેશ પ્રતિમા કોઇ જગ્યાએથી ખંડિત હોવી જોઇએ નહીં. ગણેશજીના જમણાં હાથમાં અંકુશ, પાશ અને લાડવો હોય તથા ડાબો હાથ વરમુદ્રામાં એટલે આશીર્વાદ આપતો હોવો જોઇએ. ખભા ઉપર નાગ સ્વરૂપે જનોઈ અને વાહન સ્વરૂપે મૂષકનું હોવું જરૂરી છે.

Last Updated : Aug 25, 2020, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details