તે સમયે આ મહાત્માની એક ઝલક જોવા માટે લોકો એટલા બધા ઉત્સાહી હતા કે, તેમને સાંભળવા માટે થઈ મધ્યપ્રદેશના મંડલામાં એક જાહેર સભામાં લગભગ 4 હજાર લોકો એકઠા થયા હતા, અને તે પણ 104 કીમીની લાંબી સફર કાપીને ચાલતા ચાલતા લોકો આ મહાત્માને સાંભળવા આવ્યા હતા. કારણ કે તેમને પોતાના ઊજળા ભવિષ્યનો રસ્તો આ મહાત્મા પાસેથી મળવાની આશા હતી. ગાંધીના મુખેથી નિકળેલા એક એક શબ્દને સાંભળવા લોકો તરસી રહ્યા હતા.
આ એ દિવસોની વાત છે, જ્યારે લોકોની નસ નસમાં જાતિવાદનું ઝેર ફેલાયેલું હતું. ઊંચ-નીચ, આભડછેટ, અમીર-ગરીબ વચ્ચેનું અંતર એવડું મોટુ સ્વરુપ ધારણ કરી રહ્યું હતું કે, તેનો ઉપાય મળવો ઘણો મુશ્કેલ હતો. આવા સમયે મહાત્મા ગાંધીએ લોકોને એક નવો શબ્દ આપી સમાજ વચ્ચેની પડેલી આ જાતિવાદની ખાડીને પુરવા માટે 'હરિજન' શબ્દ આપ્યો.
આભડછેટ દૂર કરવાના મૂળિયા ક્યાંકને ક્યાંક મધ્યપ્રદેશના આ ચબૂતરામાં પડ્યા છે મધ્યપ્રદેશમાં આવેલા મંડલામાં ગાંધીજીએ જે ચબૂતરા પર જાહેર સભાને સંબોધી હતી, ત્યાં આજે નવો ચબૂતરો બનાવી દીધો છે. તેની ઉપર ગાંધીની પ્રતિમાં પણ સ્થાપિત કરી દીધા છે. પણ ત્યાં ઝૂલતો પુલ બનાવવા માટે ગાંધીએ રોપેલા વડના વૃક્ષને કાપી નાખવામાં આવ્યું છે. જેને ગાંધીની યાદમાં જોવામાં આવતું હતું. જે એકમાત્ર પુરાવો હતો, મહાત્મા ગાંધીએ આ જ જગ્યા પર હરિજનોને પ્રેરિત કર્યા હતા. તથા તેમને કોંગ્રેસમાં જોડ્યા હતા.
મંડલામાં રંગરેઝ ઘાટ નામથી ખ્યાત ગાંધી ચબૂતરો આજે પણ એ દિવસોની યાદ અપાવે છે, જ્યાં ગાંધીએ ગુલામ અને આભડછેટ વિરુદ્ધ સમગ્ર સમાજમાં એકજૂટતા ફેલાવવાનો સંદેશો ફેલાવ્યો હતો. ગાંધીએ આ સમયે દેશના ખૂણે ખૂણેથી લોકોમાં જ્વાળા જગાવી, તેમની વાણીમાં ઓજસ હતું. તેમણે સમાજના તમામ વર્ગને એકસાથે આવવાની અપિલ કરી. ગાંધીએ શરૂ કરેલા આંદોલનને આઝાદી બાદ કાયદાનું સ્વરુપ આપવામાં આવ્યું છે, જે ઘણે બધે અંશે સફળ રહ્યું છે, પણ સંપૂર્ણ નહીં.