નવી દિલ્હી: મહાત્મા ગાંધી જયંતિ નિમિતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તેમના જન્મદિવસ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રાષટ્રપતિએ લખ્યું કે, ગાંધી જયંતિ ના દિવસે રાષ્ટ્ર વતી રાષટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન અર્પણ કરૂ છું. સત્ય, અહિંસા અને પ્રેમનો તેમનો સંદેશ વિશ્વમાં કલ્યાણનો માર્ગ દર્શાવે છે. તેઓ માનવતાના પ્રેરણા સ્ત્રોત છે.
રાષ્ટ્રપિતાના સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવા દેશવાસીઓને પ્રતિજ્ઞા આપવતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ચાલો આપણે બધા ગાંધી જયંતિના શુભ પ્રસંગે રાષ્ટ્રના કલ્યાણ માટે સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરીએ, અને હંમેશા પ્રગતિ માટે સમર્પિત રહીએ, સ્વચ્છ, સમૃદ્ધ, મજબૂત ભારત બનાવીને ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરીએ. '
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, ' ગાંધી જયંતિ નિમિત્તે બાપુને નમન કરીએ છીએ. આપણે તેમના જીવન અને મહાન વિચારોમાંથી ઘણું શીખવાનું છે. સમૃદ્ધ ભારત બનાવવા માટે બાપુના આદર્શો આપણને માર્ગદર્શન આપતા રહેશે. '
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બાપુને નમન કરતા કહ્યું કે, 'ગાંધીજીના અસાધારણ વ્યક્તિત્વ અને આધ્યાત્મિક જીવન એ વિશ્વને શાંતિ, અહિંસાનો માર્ગ બતાવ્યો છે. સ્વદેશીનો ઉપયોગ વધારવાના તેમના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે, આજે આખો દેશ મોદીજીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સ્વદેશીને અપનાવી રહ્યો છે. ગાંધી જયંતિ પર બાપૂને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું.'
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બાપુની જન્મજયંતિ નિમિત્તે કહ્યું કે 'મહાત્મા ગાંધીજીનું જીવન ભારતીયવાસીઓ માટે પ્રેરણારૂપ છે. ભારતની સ્વતંત્રતા માટે આંદોલન કરવાની સાથે તેમણે સત્ય, અહિંસા, સ્વરાજ અને સ્વચ્છતા વિશે પણ આપણને નવી દ્રષ્ટિ આપી છે. પૂજનીય બાપૂની જન્મજયંતિ પર હું તેમને નમન કરું છું.