વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોના સંમેલનમાં પહોંચ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે યોજાનાર મહાસંમેલન કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી 20000થી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજિત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળની મુલાકાત પણ કરાવાશે. મોદીએ ચંદ્રકાન્ત મુલકરની સાથે મુલાકાત કરી. મન કી બાતમાં આ અંગે મોદીએ વાત કરી હતી. જેઓએ પોતાના પેંશનની રકમ શૌચાલય બનાવવા વાપરી છે.એટલું જ નહીં ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ એવી નવરાત્રિના ગરબા સ્થળે પણ મુલાકાત કરાવાશે. સાથે-સાથે તેમના માટે કાર્યક્રમમાં સહભાગી થવા માટે 400થી પણ વધુ બસોની વ્યવસ્થા કરાઇ છે.દેશ ભરમાંથી આવેલા તમામ સરપંચોનું વડાપ્રધાન મોદીએ અભિવાદન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શૌચાલયના ઉપયોગને આપણે અહીંથી અટકાવવાનો નથી પણ કાયમી બનાવવાનો છે.સ્વચ્છ ભારત અભિયાન જીવનરક્ષક સાબિત થઈ રહ્યું છે.સ્વચ્છ ભારત અભિયાનના કારણે સૌચાલયને ‘ઈજ્જત ઘર’ની પદવી મળી.11 કરોડ શૌચલાયનું નિર્માણ કરાયું છે.તેમણે કહ્યું કે, બાપુની એક હાંકલ પર દેશ સત્યાગ્રહ તરફ વળ્યો હતો તેમ આજે દેશ સ્વચ્છતા અભિયાન તરફ વળ્યો છે.