દિલ્હીમાં કેજરીવાલ અને ગૌતમ ગંભીરના સમર્થકો વચ્ચે શરુ થયું પોસ્ટર વૉર - ગૌતમ ગંભીરને લાપતા બતાવનાર પોસ્ટરના
નવી દિલ્હીઃ પ્રદુષણના મુદ્દા પર બોલાવવામાં આવેલી સંસદીય બેઠકમાં ભાગ લેવાની જગ્યાએ ઇન્દોરમાં જલેબી ખાતા જોવા મળ્યા બાદ ગૌતમ ગંભીર લાપતા હોવાના પોસ્ટર દિલ્હીમાં લગાવવામાં આવ્યા હતા. રવિવારના રોજ આઇટીઓ પાસે આવા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જેમાં ગંભીરને લાપતા દર્શાવામાં આવ્યા હતા, અને સવાલ ઉઠાવામાં આવ્યા હતા કે, તેમને ક્યાંય જ જોવા મળ્યા નહોતા.
ગૌતમ ગંભીરને લાપતા બતાવનાર પોસ્ટરના જવાબમાં કેજરીવાલના કામો સાથેની તુલના દ્વારા દર્શાવામાં આવ્યા
આ પોસ્ટરના જવાબામાં ગૌતમ ગંભીરના સમર્થકોએ આઇટીઓ પાસે પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટરમાં કેજરીવાલ સરકારના 5 વર્ષના કાર્યોની સરખામણી ગંભીરના 5 મહિના સાથે કરવામાં આવી હતી. કેજરીવાલ સરકારના પાંચ વર્ષના કાર્યકાળની કાર્યોની પાણીના સૈમ્પલ ફેલ થયાની સાથે જોડી દેવામાં આવ્યું હતુ, અને તેના માટે અરવિંદ કેજરીવાને જેલ મોકલવાની પણ માગ કરી હતી.