ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવે તો ફોટો ક્લિક કરવાનાં પણ મળશે રુપિયા ! કાયદો બનાવવા ચાલી રહી છે વિચારણા - ગેરકાયદેસર વાહનો સામે થતી કાર્યવાહી

નવી દિલ્હીઃ મોબાઈલ હવે હાથવગું સાધન છે. તેનો ઉપયોગ અલગ રીતે થાય તેવી વિચારણાં કેન્દ્ર સરકારમાં ચાલી રહી છે. જેમાં રોડ પર ગેરકાયદેસર અને નડતરરૂપ વાહનની તસવીર સંબધિત વિભાગને મોકલનાર વ્યક્તિને સરકાર દ્વારા કેટલીક રકમ આપવામાં આવશે. આ રકમ ગેરકાયદેસર વાહન પાર્ક કરનાર જે-તે ચાલકન પાસેથી વસુલવામાં આવનાર દંડની રકમમાંથી મળશે.

law-for-parking-rules nitin gadkari latest news parking rules Road Transport ministry news rtoના નવા કાયદા rtoના નવા નિયમો ગેરકાયદેસર વાહનો સામે થતી કાર્યવાહી નીતીન ગડકરી લેટેસ્ટ અપડેટ

By

Published : Nov 22, 2019, 11:14 AM IST

મોદી સરકાર ગેરકાયદેસર પાર્કિંગ અટકાવવા માટે નવો કાયદો લાવી શકે છે. માર્ગ અને પરિવહન મંત્રાલયના પ્રધાન નિતિન ગડકરીએ એક રસપ્રદ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકાર હાલમાં એક નવા નિયમ અંગે વિચારી રહી છે. ' આ નિયમ અંતર્ગત રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ કરનારા વ્યક્તિના વાહનનો ફોટો પાડી સંબંધિત વિભાગમાં મોકલતા તેના દંડના નાણાંનો એક ભાગ ફોટો પાડનાર વ્યક્તિને આપવામાં આવશે.'

નિતિન ગડકરીએ કહ્યું કે, પાર્કિંગની સમસ્યા મોટા શહેરોમાં વધી રહી છે. આવા સમયે મલ્ટી લેવવ પાર્કિંગ એ યોગ્ય વિકલ્પ છે. આ રીતનું પાર્કિંગ સરકારી અને બિનસરકારી સહિત હોટલો અને બજારોમાં પણ ઉભુ કરવું જોઈએ. જેથી રોડ પર પાર્ક કરાયેલા વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. અમારો વિભાગ રાજ્યોની સરકાર સાથે શહેરોમાં રીંગરોડ બનાવવા માટે 50-50ના ફોર્મ્યુલા પર વાતચીત કરી રહી છે. પરંતુ હાલ રાજ્ય સરકારો તૈયાર નથી.

દિલ્હી-મુંબઈ વચ્ચે જે ટ્રક એક મહિનામાં ફક્ત 6થી 8 આંટા મારી શકે છે. હવે તે સરકાર દ્વારા બનાવાયેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર 10-11 વાર અવર-જવર કરી શકશે. તેમજ ટ્રક ફક્ત 15 ટન સામાન ભરતા હતા તે 40 ટન સુધી સામાન ભરી શકશે. તેનાથી સમય ઓછો વેડફાશે, ઉપરાંત પ્રદૂષણ પણ ઓછુ થશે અને વેપારીઓને ફાયદો થશે.

ABOUT THE AUTHOR

...view details