રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદવાની છે, જેનું નામ છે S-400 Triumph. નાટો દેશોમાં આ મિસાઇલ સિસ્ટમને SA-21 Growler તરીકે ઓળખવામાં આવે છે. રશિયાની S-400 Triumph મિસાઇલ સિસ્ટમ અત્યારે સૌથી આધુનિક લૉન્ગ રેન્જ મિસાઇલ સિસ્ટમ છે. ભારતે રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદવાના કરાર કર્યા છે. જોકે અમેરિકાએ તેની સામે નારાજગી દર્શાવી છે અને ભારત ખરીદી કરે તો તેની સામે અમેરિકા પોતાના કાયદાનો ઉપયોગ કરી પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપે છે.
મોસ્કોની સુરક્ષા માટે 2007માં પ્રથમવાર આ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સિસ્ટમમાં લૉન્ચર હોય છે તેનાથી 48N6 સિરિઝની મિસાઇલ્સ છોડી શકાય છે. આ મિસાઇલ મોટું નુકસાન કરવા માટે સક્ષમ છે. 2007ના વર્ષમાં પ્રથમવાર S-400નો ઉપયોગ થયો હતો, જે અગાઉના S-300 વર્ઝનનું અપડેટ કરેલું વર્ઝન હતું. એકથી વધારે સિસ્ટમ એક સાથે કામ કરી શકે છે તેથી આ મિસાઇલ સિસ્ટમ બહુ ટેક્ટિકલ ગણાય છે.
ભારત રશિયાના વિશિષ્ઠ સંબંધો
ભારત અને રશિયા વચ્ચે પ્રથમથી જ સારા સંબંધો રહ્યા છે. રશિયાના પ્રમુખ સાથેની મુલાકાત બાદ સંયુક્ત અખબારી નિવેદનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત અને રશિયાની દોસ્તી અનોખી છે. પ્રમુખ પુટીન આ અનોખા સંબંધો માટે પ્રતિબદ્ધ છે તેના કારણે બંને વચ્ચેના સંબંધોને નવી ઉર્જા મળશે. બંને દેશોના સંબંધો વધારે મજબૂત બનશે અને આપણા વ્યૂહાત્મક અને વિશેષ સંબંધો નવી ઊંચાઈ હાંસલ કરશે.
ચીને પણ ખરીદી છે આ સિસ્મટ
રશિયા પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદનાર પ્રથમ દેશ ચીન જ હતો. ચીન અને રશિયા વચ્ચે 2014માં આ સિસ્ટમ ખરીદવા માટેના કરાર થયા હતા. રશિયાએ ચીનને આ સિસ્ટમ હેઠળ મિસાઇલ આપવાનું શરૂ પણ કરી દીધું છે. જોકે અત્યાર સુધીમાં કેટલી મિસાઇલ્સ આપવામાં આવી તેની જાણકારી ઉપલબ્ધ નથી.
ચીન અને પાકિસ્તાન સામે ઉપયોગી