સુનાવણી દરમિયાન નીરવના વકીલે જણાવ્યું છે કે, મારો અસીલ એક સામાન્ય વ્યકિત છે. તે કોઇ પણ એમ્બેસીમાં શરણ નથી લઈ રહ્યો. આ દરમિયાન ભારત તરફથી ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસે દલીલ કરતા જણાવ્યું કે જો નીરવ મોદીને જામીન આપવામાં આવશે તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે.
નીરવ મોદીની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, આજે ચૂકાદો - bail
ન્યૂઝ ડેસ્ક: લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં મંગળવારે PNB ગોટાળાના આરોપી નીરવ મોદીની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી છે. આ સુનાવણી પર બુધવારે ચુકાદો સંભળાવવામાં આવશે.
ruling
મહત્વનું છે કે, નીચલી કોર્ટમાં નીરવની જામીન અરજીને ત્રણ વાર ફગાવી દેવામાં આવી છે. 13,700 કરોડ રૂપિયાના PNB ગોટાળાનો આરોપી નીરવ સાઉથ-વેસ્ટ લંડનની જેલમાં છે. 19 માર્ચે સેન્ટ્રલ લંડનની મેટ્રો બેન્ક બ્રાન્ચમાંથી નીરવની ધરપકડ કરવામાં આવી હતી. વેસ્ટમિંસ્ટર મજિસ્ટ્રેટ કોર્ટે નીરવના રિમાન્ડ 27 જૂન સુધી વધારવાની મંજૂરી પણ આપી હતી.