નીરવને 29 માર્ચના રોજ અદાલતમાં રજુ કરવામાં આવ્યો હતો તે સમયે ન્યાયાધીશ ઍમ્મા અર્બથનૉટે તેની જામીનની અરજી ફગાવી દીધી હતી. તો આ મામલે જજનું કહેવું છે કે, આ વાતની પુરી આશંકા છે કે, નીરવને જામીન મળ્યા બાદ તે સરેન્ડર નહિ જ કરે.
નીરવ મોદીને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે જામીન અરજી ફગાવી
બ્રિટેન: લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે શુક્રવારના રોજ PNB કૌભાંડના ભાગેડુ નીરવ મોદીની જામીન અરજીને ફગાવી દીધી છે. નીરવ મોદીએ અદાલત સમક્ષ જામીનની અરજી દાખલ કરી હતી. નીરવ મોદીની ધરપકડ માર્ચ મહિનામાં થઇ હતી. જો કે હાલમાં દક્ષિણ-પશ્ચિમ લંડનના વૅડ્સવર્થ જેલમાં કેદ છે. આ મામલે આગામી સુનાવણી 24 મેના રોજ કરવામાં આવનાર છે.
નીરવ મોદી ફાઇલ ફોટો
બ્રિટેનની અદાલતમાં ભારત તરફી લોબિંગ કરનાર CPSએ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે, નીરવ મોદી બ્રિટિશ હાઇકોર્ટમાં અરજી કરશે. જો કે અત્યાર સુધીમાં નીરવ મોદી દ્વારા કોઇપણ અરજી કરવામાં આવી નથી.
નીરવ મોદીને હૉલબોર્નથી 19 માર્ચની બપોરે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે નીરવ મોદી બેંકમાં ખાતું ખોલાવવા ગયો હતો. વેસ્ટમિંસ્ટ અદલતે 12 માર્ચના રોજ નીરવ મોદી વિરૂદ્ધ વૉરંટ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતના પ્રત્યાર્પણના આગ્રહને ધ્યાનમાં રાખીને વૉરંટ જાહેર કરવામાં આવ્યો હતો.