ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીર અને ભેદભાવથી મુક્ત, જમ્મુવાસીઓને વિકાસ માટેનો આશાવાદ - કાશ્મીર

કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત થયાના એક વર્ષ પછી, જમ્મુવાસીઓ હવે આશા રાખે છે કે, તેઓ જે ભેદભાવનો સામનો કરતા હતા, તે ભૂતકાળ બની જશે અને પ્રાંતના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવામાં આવશે.

free-from-kashmir-and-discrimination-jammu-residents-hopeful-of-development
કાશ્મીર અને ભેદભાવથી મુક્ત, જમ્મુવાસીઓનો વિકાસ માટેનો આશાવાદ

By

Published : Aug 4, 2020, 5:08 PM IST

જમ્મુઃ કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત થયાના એક વર્ષ પછી, જમ્મુવાસીઓ હવે આશા રાખે છે કે, તેઓ જે ભેદભાવનો સામનો કરતા હતા, તે ભૂતકાળ બની જશે અને પ્રાંતના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવામાં આવશે.

5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 અને 35A નાબૂદ કરતા પહેલા, પૂર્વ રાજ્યના જમ્મુ વિભાગ તરફથી ભેદભાવનો આરોપ લગાવતા કિસ્સાઓ વારંવાર સાંભળવામાં આવતા હતા. જો કે, તેમના પર વધુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.

ઇટીવી ભારત સાથે જમ્મુ રહેવાસીઓએ વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, સુધારો આવ્યો હોય તેવું લાગે છે. તેઓ માને છે કે હવે જમ્મુનો વિકાસ યોગ્ય રીતે થશે. કેટલાક લોકો કેન્દ્ર સરકારની નોકરીઓની રાહ જોઈ રહ્યાં છે. તો ઘણાં લોકો કહે છે કે, સંપત્તિના અધિકારમાં સુધારો કરવો એ સમયની જરૂરિયાત છે.

કાશ્મીર અને ભેદભાવથી મુક્ત, જમ્મુવાસીઓનો વિકાસ માટેનો આશાવાદ

જમ્મુના રહેવાસીઓને પણ લાગે છે કે આર્ટિકલ 370 અને 35A ને રદ કરીને તેમને મુક્તિ મળી છે. હવે વહીવટી તંત્ર જમ્મુના લોકોના હિતને ધ્યાને રાખીને દરેક નિર્ણય લેશે. બદલાતા સમયની સાથે જમ્મુની મહિલાઓને પણ ઉત્સાહ છે. નોકરીના ક્ષેત્રોમાં અને સમાવિષ્ટ સંપત્તિના હકોમાં ઘણી તકો ખુલી છે.

કાશ્મીર અને ભેદભાવથી મુક્ત, જમ્મુવાસીઓનો વિકાસ માટેનો આશાવાદ

એક રહેવાસીએ જણાવ્યું હતું કે, હવે અમારી પુત્રીને જમ્મુ-કાશ્મીરની બહાર લગ્ન કર્યા હોવા છતાં તેમની સંપત્તિનો વારસો બરોબર મળશે. જો કે, નોંધનીય છે કે, વહીવટીતંત્ર દ્વારા નોકરી, રોજગાર અથવા મહિલા મુદ્દાઓને લઈને હજુ સુધી કોઈ મોટી ઘોષણા કરવામાં આવી નથી.

કાશ્મીર અને ભેદભાવથી મુક્ત, જમ્મુવાસીઓનો વિકાસ માટેનો આશાવાદ

ABOUT THE AUTHOR

...view details