લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આગરામાં ગત રોજ આવેલા વંટોળ અને તોફાનમાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોના પરિજનોને ચાર-ચાર લાખ રુપિયાની રાહત રકમ આપવાનો નિર્ણય કર્યો છે.
આગરામાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને ચાર લાખની સહાય: CM યોગી - ઉત્તર પ્રદેશ લેટેસ્ટ ન્યૂઝ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આગરામાં ગત રોજ આવેલા વંટોળ અને તોફાનમાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોના પરિજનોને ચાર-ચાર લાખ રુપિયાની રાહત રકમ આપવાનો નિર્ણય કર્યો છે.
સીએમ યોગી
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિજનો માટે સંવેદના વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે અધિકારીઓને પ્રભાવિત લોકોને રાહત અને મદદ પહોંચાડવાનું કાર્ય ઝડપી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે અને તેમાં કોઇ પણ પ્રકારે ગેરરીતિ ન થવી જોઇએ.