ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગણા: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયપાલ રેડ્ડીનું નિધન - નિધન

તેલંગણા: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન સુદિની જયપાલ રેડ્ડીનું આજે વહેલી સવારે નિધન થયું છે.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયપાલ રેડ્ડીનું નિધન

By

Published : Jul 28, 2019, 5:06 AM IST

Updated : Jul 28, 2019, 7:58 AM IST

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયપાલ રેડ્ડીનું નિધન થયું છે. ન્યુમોનિયાના કારણે તેઓનું આજે વહેલી સવારે હૈદરાબાદ સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે.

જયપાલ રેડ્ડીનો જન્મ 16 જાન્યુઆરી 1942ના રોજ હૈદરાબાદના મદગુલમાં થયો હતો અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જયપાલ રેડ્ડીએ ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી MAની ડિગ્રી સાથે સ્નાતક થયા હતા. તેઓએ વિપક્ષથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસના કટોકટી શાસનનો વિરોધ કરવા 1977માં જનતા પાર્ટીમાં જોડાયા હતાં. તેમણે 1985થી 1988 દરમિયાન જનતા પાર્ટીના મહાસચિવ તરીકે સેવા આપી હતી.

રાજકીય કારકીર્દી

જયપાલ રેડ્ડી ચાર વખત ધારાસભ્ય અને પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતાં. જયપાલ રેડ્ડીએ 1969માં પ્રથમ વખત મહેબૂબનગર જિલ્લાના કાલવકુર્તિ મત વિસ્તારમાંથી વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો અને 4 વખત તે જ મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1984માં 8મી લોકસભા પ્રથમ વખત મહેબૂબનગર લોકસભા મત વિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ 1998માં 12મી, 1999માં 13મી, 2004માં 14મી અને 2009માં 15મી લોકસભામાં ચૂંટાયા હતાં.

તેઓએ 1991થી જૂન 1992 સુધી એક વર્ષ રાજ્યસભામાં વિપક્ષ નેતા તરીકે પણ રહ્યાં હતાં. 1999-2000માં વિશેષાધિકારી સમિતિના અધ્યક્ષ હતાં.

1990-1996 અને 1997-1998માં તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. મનમોહન સિંઘના સમયમાં તેમણે પેટ્રોલિયમ, શહેરી વિકાસ અને સંસ્કૃતિ પ્રધાન તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત તેઓેને 1998માં સર્વોત્તમ સંસદ સભ્યનો એવોર્ડ પણ મળ્યો હતો. જયપાલ રેડ્ડી દક્ષિણ તરફથી સર્વોત્તમ સંસદીય એવોર્ડ જીતનાર પ્રથમ સંસદ સભ્ય છે.

Last Updated : Jul 28, 2019, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details