ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાગુડે નીરવ મોદીના પક્ષમાં રિટાર્યડ જસ્ટિસ કાટજુએ આપી સાક્ષી, જાણો શું કહ્યું... - નીરવ મોદી કેસ

સુપ્રીમ કોર્ટમાં રિટાર્યડ ન્યાયાધીશ માર્કેંડેય કાટજુએ શુક્રવારે ભારત સાથે લાઈવ વીડિયોના માધ્યમથી ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીના પ્રત્યાર્પણ મામલે નીરવ મોદી તરફથી સાક્ષી આપી હતી.

Nirav modi
Nirav modi

By

Published : Sep 12, 2020, 11:07 AM IST

લંડનઃ સુપ્રીમ કોર્ટમાં રિટાર્યડ ન્યાયાધીશ માર્કેંડેય કાટજુએ શુક્રવારે ભારત સાથે લાઈવ વીડિયોના માધ્યમથી ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીના પ્રત્યાર્પણ મામલે નીરવ મોદી તરફથી સાક્ષી આપી હતી. નીરવ મોદી પર અરબો રૂપિયાનું પંજાબ નેશનલ ગોટાળા સંબંધિત છેતરપિંડીનો આરોપ છે.

જસ્ટિસ કાટજુએ કહ્યું કે, ભારતમાં ન્યાયપાલિકાનો અધિકાંશ ભાગ ભ્રષ્ટ છે અને તપાસ એજન્સીઓ સરકારની તરફેણમાં છે, માટે નિરવ મોદીને ભારતમાં નિષ્પક્ષ સુનાવણીનો મોકો નહીં મળે.

જસ્ટિસ કાટજુએ દાવો કરી ભારત સરકાર તરપથી ફરિયાદી પક્ષને પડકાર આપ્યો છે. ભારત સરકાર તરફથી કેસ લડી રહેલી બ્રિટેનની ક્રાઉન પ્રૉસિક્યુશન સર્વિસ(CPS) એ આ અંગે પલટવાર કર્યો છે.

પાંચ દિવસની સુનાવણીના અંતિમ દિવસે જસ્ટિલ સૈમુઅલ ગુજીએ સાક્ષી કાટજુને સાંભળ્યા બાદ આ મામલાની સુનાવણી ત્રણ નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. ત્રણ નવેમ્બરે તે ભારતીય અધિકારીઓ દ્વારા રજૂ થતાં પુરાવા સંબંધિત તથ્યો પર સુનાવણી કરશે. એડવોકેટ મૈલ્કમે પણ કાટજુના આ મુદ્દા પર સવાલ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details