શિમલાઃ હિમાચલના પૂર્વ DGP, CBIના પૂર્વ નિર્દેશક અને નાગાલેન્ડના રાજ્યપાલ રહી ચૂકેલા અશ્વની કુમારે શિમલામાં આત્મહત્યા કરી છે. તેમણે શિમલમાં પોતાના આવાસ પર ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે.
નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલે કરી આત્મહત્યા, પોલીસને મળી સ્યૂસાઇડ નોટ - નેશનલ ન્યૂઝ
નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ અને CBIના પૂર્વ નિર્દેશક અશ્વની કુમારે આત્મહત્યા કરી છે. પૂર્વ IPS અધિકારી હિમાચલના સિરમોર જિલ્લાના રહેવાસી હતા. પોલીસને ઘટના સ્થળેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી.
Ashwani Kumar
સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે, તેઓ પોતાના જીવનથી કંટાળી આગળની યાત્રા પર જઇ રહ્યા છે. સિરમોર જિલ્લામાં જન્મેલા અશ્વની કુમાર સિનિયર IPS ઑફિસર હતા. તેમની આત્મહત્યાની જાણ થતા જ શિમલાના SP મોહિત ચાવલા ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.