આલોક વર્માએ તેમના વિરુદ્વમાં પ્રસિદ્વ થયેલા અહેવાલોને મીડિયા ટ્રાયલ ગણાવી છે. વર્માએ નિવેદનમાં કહ્યું હતું કે, ચેનલની પાસે કથિત પત્રની કાલ્પનિક વાતો છે, જે મેં લખી જ નથી.
રાષ્ટ્રપતિને પત્ર લખવાના મીડિયા રિપોર્ટ ખોટા છેઃ આલોક વર્મા
નવી દિલ્હી: CBI પૂર્વ નિયામક આલોક વર્માએ મીડિયામાં આવેલા સમાચારને નકારી દીધા છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમની વિરુદ્ધ તપાસ સબંધમાં તેમણે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો.
alok
આલોક વર્માએ કહ્યું કે, 'તેમની અને સરકારની વચ્ચે આવેલું અંતર ચેનલની ઈરાદાપૂર્વકની મીડિયા ટ્રાયલ છે. સાથે તેમણે કહ્યું કે,ચેનલે તેમની વિરુદ્ધ ખોટા રિપોર્ટ રજૂ કર્યાં હતા. ઉલ્લેખનીય છે કે, એક ન્યૂઝ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગૃહમંત્રાલયની વિભાગીય તપાસના સંદર્ભમાં તેમની વિરુદ્ધ જે આરોપ પત્ર રજૂ કર્યા હતા, આલોક વર્માએ તેને પાછા લેવાના સંદર્ભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો હતો.
Last Updated : Oct 4, 2019, 8:57 AM IST