નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ રવિવારે વિદેશ પ્રધાન એસ જયશંકર પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ વિદેશ નીતિમાં 'નિષ્ફળતા'ના મુદ્દાને નકારી નથી શકતા. તેમણે તેનો જવાબ આપવો જોઈએ.
એક દિવસ પહેલા જ જયશંકરે ભારતની વિદેશ નીતિનો બચાવ કર્યો હતો. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા શર્માએ કહ્યું હતું કે, વ્યૂહાત્મક ભાગીદારો સાથેના સંબંધોમાં ગંભીરતા હોવી જરૂર છે. તેમણે બાલાકોટ અને ઉરી હુમલાઓનો ઉલ્લેખ કરતા વિદેશ પ્રધાન પર પણ નિશાન સાધતા કહ્યું કે, તેઓએ દેશની સશસ્ત્ર સૈન્યનું રાજકીયકરણ ન કરવું જોઈએ અને ન તો તેઓ પર એકાધિકાર જતાવવો જોઈએ? શર્માએ કહ્યું કે, 'વિદેશ પ્રધાન દ્વારા દિશાહીન વિદેશ નીતિનો બચાવ કરતા તેમના પર મને હાસ્ય આવી રહ્યું છે. એક ટ્વિટ કરવાથી વાસ્તવિકતાને બદલી નથી શકાતી.